Sunday, March 11, 2012

Water pond for lions liliya

11-03-2012
Water pond for lions liliya
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-water-pond-for-lions-liliya-2958242.html?OF6=

ગુજરાતના આ પ્રેમાળ ગ્રામજનોએ ખુંખાર સાવજોને પીવડાવ્યું પાણી



સાવજપ્રેમીઓએ ખારાપટ વિસ્તારમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવીક્રાંકચ વિસ્તારમાં સાવજો માટે પાણીની વ્યવસ્થા ગોઠવાઇ
- લીલીયામાં છલકાયો સાવજ પ્રેમ, બુઝાશે અનેક સાવજોની પ્યાસ

લીલીયા તાલુકામાં વસતા સાવજો માટે આ તાલુકાની જનતાને ભારે ગર્વ છે. સાવજોની રક્ષણની જવાબદારી ભલે વન વિભાગના શીરે હોય પરંતુ આ વિસ્તારના સિંહ પ્રેમીઓ પણ સાવજોની રક્ષા માટે સતત કંઇકને કંઇક કરતા રહે છે. ઉનાળો આંબી ગયો છે ત્યારે આ વિસ્તારના સાવજોને પીવાના પાણીની અગવડતા ન પડે તે માટે સિંહ પ્રેમીઓ દ્વારા ક્રાંકચ તથા આજુબાજુના ગામની સીમમાં જુદા જુદા સ્થળે પીવાના પાણીની કુંડીઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

લીલીયા તાલુકામાં ખારાપાટ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે બલ્કે અહિં નવા નવા બચ્ચાનો જન્મ થતો હોય આ વસતીમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. ખારાપાટની નદીઓ પર આમ તો ચેકડેમ બનાવવામાં આવ્યા છે અને આ ચેકડેમોમાં બધે જ પાણી ભર્યા પડ્યા છે પરંતુ આ વિસ્તારમાં ક્ષાર અને કલોરાઇડની સમસ્યા હોય ચેકડેમોમાં ભરેલુ પાણી ખારૂ અને કડવું હોવાથી સાવજો તે પીતા નથી. જેને પગલે પાણીની શોધમાં સાવજો છેક ગામડાઓની અંદર ઘુસી જાય છે.

આ વિસ્તારની સિંહ પ્રેમી જનતા દર વર્ષે ઉનાળામાં સાવજો માટે પીવાના પાણીની કોઇને કોઇ રીતે વ્યવસ્થા કરે છે. જે જવાબદારી વન વિભાગની છે તે સિંહ પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે. ખારાપાટ વિસ્તારમાં હાલમાં ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પર્યાવરણ ટ્રસ્ટના આર્થિક સહયોગથી વહરાનો આરો, ખાટની ઓઢ, ઉડબાવીડી તથા જુદા જુદા ગામોની સીમમાં પાણીની કુંડીઓ વિરડાઓ તથા પાણીના ડબ્બાઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિંહ પ્રેમીઓ મહેન્દ્રભાઇ ખુમાણ, ભોખાભાઇ કાનાણી, નનુભાઇ વૈશ્ણવ, ભરતભાઇ રાઠોડ, છગનભાઇ ખોખર વિગેરે દ્વારા આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

No comments:

Previous Posts