Monday, March 26, 2012

Article Water points in Gir to quench thirst of wild animals

26-03-2012
Article Water points in Gir to quench thirst of wild animals
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-unnatural-lake-for-animal-3016698.html

કૃત્રિમ જળાશયો પ્રાણીઓની તરસ છીપાવશે


ધારી વનવિભાગ દ્વારા ટેન્કરો, મજૂરો અને પવનચક્કીની મદદથી પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઉંચે ચડી ગયો છે. ધીમેધીમે પીવાના પાણીનો પોકાર પણ ઉઠી રહ્યો છે. માનવી તો ગમે તેમ કરી પીવાનુ પાણી મેળવી શકે છે. પરંતુ ગીરમાં વસતા વન્યપ્રાણીઓનું શું ? ત્યારે ધારી ગીર પુર્વના ૭૨૮ ચો.કિમી ના વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટેના ૧૪૦ કૃત્રિમ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. પાણીના આ પોઇન્ટમાં વનવિભાગ દ્રારા નિયમિત ટેન્કર દ્રારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

જંગલ વિસ્તારમાં ઉનાળામાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ચોમાસામાં ઓછો વરસાદ પડે ત્યારે વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ધારી ગીરપુર્વના ૭૨૮ ચો.કિમી વિસ્તારમાં વનવિભાગ દ્રારા બે કિલોમીટરના અંતરે એક એવી રીતે કુલ ૧૪૦ પાણીના કૃત્રિમ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. જંગલમાં જે વિસ્તારોમાં નદીઓ હજુ શરૂ છે ત્યાં વન્યપ્રાણીઓને પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે ત્યાં પાણીના કૃત્રિમ પોઇન્ટમાં ટેન્કરો દ્રારા નિયમિત પાણી ભરવામાં આવે છે.

એપ્રિલ ૨૦૧૦ની વસતી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહોની સંખ્યા નોંધાયેલી છે. જેમાં ૯૭ નર, ૧૬૨ માદા તેમજ ૧૫૨ બચ્ચાઓની સંખ્યા નોંધાઇ છે. હાલ ગીર પુર્વમાં પીવાના પાણીના ૧૪૦ કૃત્રિમ પોઇન્ટમાં સિંહો, હરણ, નીલગાય, કાિળયાર, ચિતલ, ચિંકારા, જંગલી ભુંડ, શાબર સહિતના વન્યપ્રાણીઓ તરસ છીપાવી રહ્યાં છે. જે વિસ્તારોમાં ટેન્કરો પહોંચી ન શકે ત્યાં હેન્ડ પંપ અને મજુરોની મદદથી પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે.

No comments:

Previous Posts