Sunday, March 04, 2012

Lion recognizes our uniforms and voice

04-03-2012
Lion recognizes our uniforms and voice
Divya Bhaskar By  Nimish Thakar, Junagadh
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-can-indentify-forester-by-their-dress-2936799.html

અનોખી દોસ્તી: 'કુકવો' સાંભળતા સિંહ દોડે છે ફોરેસ્ટ ગાર્ડ પાસે


- કાંકરીચાળો કરનારને સાવજો ટોળાંમાંથી યે પકડી પાડે
- સિંહને વિશ્વાસ બેસી જાય કે સામે ઉભેલો માનવી પોતાને નુકસાન નહીં પહોંચાડે ત્યારબાદ તે નિશ્ચિંત બની જાય છે
- વનવિભાગના કર્મચારીઓ કુકવા નામનો ખાસ અવાજે કાઢે છે
- કોઇ પશુપાલકે ગોફણ મારી હોય તો પણ સિંહ તેને ઓળખી કાઢે છે
- અગાઉ સિંહ દર્શન વડે અવાજ કરીને બોલાવતા


જંગલમાં ફરતા વનવિભાગનાં કર્મચારીઓને  સિંહ તેમનાં અવાજ અને યુનિફોર્મ થકી ઓળખે. સિંહ સાથે આત્મીયતા કેળવવી હોય તો તેને પહેલાં એવો વિશ્વાસ બેસવો જોઇએ કે તેની સામે આવેલો માનવી પોતાનો હિતેચ્છુ છે.

જૂનાગઢની ઉત્તર ડુંગર રેન્જનાં આર.એફ.ઓ. પી. ટી. કનેરિયા કહે છે, સિંહને એક વખત એવો વિશ્વાસ બેસી જાય કે તેની સામે ઉભેલો માનવી પોતાને નુકસાન નહીં પહોંચાડે પછી તે નિશ્વિંત થઇ જાય. અને એ નિશ્વિંત થઇ જાય પછી તમારે પણ તેનો કોઇ જ ડર રાખવાની જરૂર નથી.

અમારા સ્ટાફને ખબર પડે કે ફલાણી જગ્યાએ સિંહોએ મારણ કર્યું છે. એટલે અમે ત્યાં પહોંચી જઇએ. અમારે એ વાતનું ખાસ નિરીક્ષણ કરવાનું હોય છે કે તેમાંથી કોઇ સિંહ બિમાર તો નથી ને. પહેલાં અમે દૂર રહીએ પછી અમારો કર્મચારી 'કુકવા' નામનો ખાસ પ્રકારનો અવાજ પોતાનાં મોઢામાંથી કાઢે. વળી તેણે યુનિફોર્મ પહેર્યો હોય. બસ,  સિંહ સાથે આત્મિયતા કેળવવા આટલું કાફી છે.

ધીમે ધીમે તે મારણ કરતો હોય અને અમે તેની સાવ નજીક પહોંચી જઇએ. જંગલમાં વિહરતા સિંહો ફિલ્ડમાં ફરતા કર્મચારીઓને તેનાં યુનિફોર્મ અને અવાજથી થકી ઓળખે છે. હા, જો કોઇએ તેને કાંકરીચાળો કર્યો હોય એ વ્યક્તિ લોકોનાં ટોળાંમાં હોય તો પણ સિંહ તેને ક્યારેય ભૂલતો નથી. એ માણસ એકલો દેખાય ત્યારે તેને 'છોડતો' પણ નથી.

જો કોઇ પશુપાલકે પોતાનાં માલઢોરને બચાવવા ક્યારેય પણ સિંહને 'ગોફણ' માર્યો હોય તો તેને બરાબર યાદ રાખી લે છે. એટલું જ નહીં મોકો મળે ત્યારે તેના પર સીધી તરાપ પણ મારે.

- અગાઉ સિંહ દર્શન વડે અવાજ કરીને બોલાવતા

આર.એફ.ઓ. કનેરિયા વધુમાં કહે છે, અગાઉ જ્યારે સાસણમાં સિંહ દર્શન વખતે સિંહને મારણ આપાતું ત્યારે પહેલાં સિંહને મારણનાં સ્થળ સુધી દોરી લાવવા માટે વનકર્મીઓ જંગલમાં જઇને 'કુકવો' કરતા. એ અવાજ સાંભળનાર તમામ સિંહ અવાજની દિશામાં આવી પહોંચે. પછી તેને સિંહ દર્શનનાં સ્થળ સુધી દોરી જવાતા. સિંહોની દ્રષ્ટિએ 'કુકવો' એટલે એવો અવાજ કરનાર જે પોતાનો હિતેચ્છુ હોય.

- ભોજનનાં વાહનનો અવાજ તે ઓળખે

સાસણનાં દેવળિયા પાર્કમાં સિંહોને ભોજન 'પીરસવા' માટે આવતી 'મીટ' ની ગાડીને જોઇ સિંહો ગીચ ઝાડીમાંથી નીકળીને રસ્તા પર આવી જાય. કારણકે, કાયમ આવતી ગાડીનાં એન્જીનનો અવાજ તે ઓળખી જાય છે.

No comments:

Previous Posts