Monday, March 05, 2012

Leopard carcass found at Khambha near Visavadar

05-03-2012
Leopard carcass found at Khambha near Visavadar
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-visavadar-dead-leopard-found-2940475.html?OF13=

વિસાવદરના ખાંભા ગામેથી દીપડાનો મૃતદેહ મળ્યો


બે દિવસ પહેલાં બીમારીથી મૃત્યુ થયાનું વન વિભાગનું તારણ

વિસાવદર તાલુકાનાં ખાંભા (ગિર) નજીક એક નહેર જેવા ઉંડા ખાડામાંથી અઢી વર્ષની વયનાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દીપડાનું બિમારીથી મૃત્યુ થયું હોવાનું વન વિભાગે જણાવ્યુ હતુ.

આ અંગે મળતી વીગતો મુજબ, વિસાવદર તાલુકાનાં ખાંભા (ગિર) ગામે વાડી ધરાવતા પ્રવિણભાઇ પાઘડારને વાડી પાસે એક નહેરમાં દીપડાનો મૃતદેહ પડ્યો હોવાનું માલુમ પડતાં તેમણે આ અંગે વનવિભાગને જાણ કરી હતી. આથી વિસાવદરનાં આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. દીપડાનાં શરીર પર ઇજાનાં કોઇ નિશાન જોવા ન મળતાં જૂનાગઢનાં સક્કર બાગ ઝૂમાંથી વેટરનરી તબીબ અને તેની ટીમને પણ બોલાવાઇ હતી.

વેટરનરી તબીબે ઘટનાસ્થળેજ દીપડાનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. બાદમાં તેનાં મૃતદેહને વનવિભાગે ત્યાંજ અગ્નિદાહ આપી દીધો હતો. તબીબી પરિક્ષણમાં આ નર દીપડાની ઉંમર આશરે અઢી વર્ષની અને તેનું મૃત્યુ બે દિવસ પહેલાં બિમારીને લીધે થયાનું ખુલ્યું હતું.

બિમારીથી દપિડાનું મૃત્યુ થયાનું વનતંત્રની તપાસમાં બહાર આવતાં પ્રાણી પ્રેમીઓમાં દુ:ખની લાગણી વ્યાપી ગઈ છે, વનતંત્રએ દપિડાના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે.

No comments:

Previous Posts