Monday, March 05, 2012

Lioness gives birth to two cubs at Kankrach village near Amreli (Greater Gir)

05-03-2012
Lioness gives birth to two cubs at Kankrach village near Amreli (Greater Gir)
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-gave-birth-2940436.html?OF10=

સાવજ પરિવાર વિસ્તર્યો, સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો


લીલીયા અને સાવરકુંડલા તાલુકાની સીમમાં વસતા સાવજ ગ્રુપમાં બે નવા મહેમાનોનો ઉમેરો થયો છે. ક્રાંકચના ધુડીયા પીર વિસ્તારમાં રાતડી નામની સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. દોઢ માસના થઇ ગયેલા આ બચ્ચા હવે હરતા ફરતા થઇ ગયા છે. ગઇકાલે આ બચ્ચા સિંહણ સાથે નજરે પડ્યા હતા.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી સતત ઉમેરાતી જાય છે. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આજુબાજુના ગામોમાં વસવાટ કરતા સાવજના ગ્રુપમાં બે નવા બચ્ચા ઉમેરાયા છે. અહી ધુડીયાપીર વિસ્તારમાં વસવાટ કરતી રાતડી નામની સિંહણે આ બે બચ્ચાને જન્મ આપ્યો છે.

આ સિંહણ ગર્ભવતી હોવાનુ અગાઉ જોઇ શકાયુ હતુ પરંતુ ત્યારબાદ સિંહણ નજરે પડી ન હતી. સામાન્ય રીતે સિંહણ બચ્ચાને જન્મ આપે તે પછી આ બચ્ચા એકથી દોઢ માસે બખોલની બહાર નીકળતા હોય છે. હાલમાં આ સિંહણના બચ્ચા દોઢ માસના થઇ ગયા છે. ગઇકાલે આ સિંહણ પોતાના બચ્ચા સાથે વહિરતી નજરે પડી હતી. સિંહ પરિવારમાં બે નવા સભ્યના ઉમેરાથી સિંહપ્રેમીઓ પણ ખુશખુશાલ છે.

વધુ એક સિંહણ ગર્ભવતી

ક્રાંકચ પંથકમાં એક સિંહણ બે બચ્ચાને જન્મ આપ્યો છે. હવે માકડી નામની સિંહણ પણ ગર્ભવતી હોવાનુ જાણવા મળેલ છે. સોની પરિવારના સુરાપુરાના મંદિરની આસપાસ ભટકતી આ ગર્ભવતી સિંહણ એકાદ બે દિવસમાં જ બચ્ચાને જન્મ આપે તેવી શક્યતા છે. વનતંત્રએ આ સિંહણની કાળજી લેવી જોઇએ તેવુ સિંહપ્રેમીઓનુ માનવું છે.

No comments:

Previous Posts