Sunday, March 11, 2012

Lioness attack on farmer

11-03-2012
Lioness attack on farmer
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-attack-on-farmer-2957353.html?OF14=

ગીગાસણમાં ખેડૂત પર સિંહણનો હુમલો


ધારી તાલુકાના ગીગાસણ ગામે આજે એક કાઠી ખેડુત વાડીમાં પાકને પાણી પાવાનું કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક ક્યાંકથી આવી ચડેલી એક સિંહણે તેના પર હુમલો કરી પગ, હાથ અને શરીરના અન્ય ભાગો પર ન્હોર અને દાંત બેસાડી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા છે.

ગીરકાંઠના ગીગાસણ ગામની સીમમાં સિંહણ દ્રારા ખેડુત પર હુમલાની આ ઘટના આજે બપોરે બની હતી. ગીગાસણના વિનુભાઇ બાપલુભાઇ કોટીલા (ઉ.વ.૪૦) નામના કાઠી ખેડુત ગામના પાદરમાં જ વાડી ધરાવે છે. આજે બપોર સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેઓ પોતાની વાડીમાં એરંડાના પાકને પાણી પાવાનું કામ કરતા હતા ત્યારે જ અચાનક ક્યાંકથી એક સિંહણ આક્રમક બનીને દોડી આવી હતી.

આ સિંહણે સીધો જ તેમના પર હુમલો કરી પગ, હાથ વગેરે જગ્યાએ ગંભીર ઇજા પહોંચાડી હતી. દેકારો થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને સિંહણને ભગાડી હતી. તેમને લોહી લુહાણ હાલતમાં પ્રથમ ધારી દવાખાને અને બાદમાં અમરેલી સિવીલમાં રફિર કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં ગીરકાંઠાના ગામો અને રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ઘણી મોટી છે. અને વાડી ખેતરોમાં કામ કરતા લોકો પર આ રીતે હુમલાના બનાવો વધતા જાય છે.

No comments:

Previous Posts