Saturday, March 24, 2012

Lion family habitates Una coastal area

24-03-2012
Lion family habitates Una coastal area
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-una-3010575.html?OF3=

ઊનાનાં દરીયાકાંઠા વિસ્તારમાં સિંહ પરિવારનાં ધામા

બળદ અને વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ગભરાટ



ઊનાનાં દરીયાકાંઠા વિસ્તારનાં વાંસોજ ગામની સીમમાં સિંહ પરિવારે ધામા નાખતા અને બળદ-વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ગભરાટ છવાઇ ગયો છે.

તાલુકાનું વાંસોજ ગામ દરીયા કિનારે આવેલુ છે. અને આ ગામની સીમમાં આવેલી રાજાભાઇ ભાયાભાઇ બારૈયાની વાડીમાં એક સિંહણે ચાર બચ્ચા સાથે મૂકામ કરતાં અને આ સિંહ પરિવારે ગત રાત્રીનાં બાબુભાઇ સીદીભાઇ કામલીયાનાં બળદ અને રામસિંહ ભીખાભાઇ કામલીયાની વાછરડીનાં મારણ કરતાં ખેડૂતો-ગ્રામજનોમાં ગભરાટ છવાયો છે. વાંસોજ ગામની સીમમાં સિંહ પરિવારનાં મૂકામનાં પગલે વનવિભાગનાં પોપટાણી, ગોસાઇ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી જઇ સિંહણ અને તેના બચ્ચાને જંગલ તરફ ખદેડવા કવાયત હાથ ધરી છે.

આમોદ્રા ગામે આધેડ પર હુમલો કરનાર આજ 'ગૃપ'

તાલુકાનાં આમોદ્રા ગામની સીમમાં ગત તા.૧૫ માર્ચનાં રોજ આધેડ પર હુમલો કરનાર આ સિંહ પરિવાર હોવાનું વનવિભાગનાં સુત્રો જણાવી રહ્યા છે. આ ગૃપ ફરતું-ફરતું વાંસોજની સીમમાં આવી ચઢ્યું હોઇ શકે.

No comments:

Previous Posts