Tuesday, March 06, 2012

Lion attacks cleaner at sakkar bag zoo

06-03-2012
Lion attacks cleaner at sakkar bag zoo
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-attack-on-man-by-lion-2943500.html?LHS-

જુનાગઢના ઝૂમાં કામદારના પાંસળા સાવજે બહાર કાઢી નાખ્યા

- સક્કરબાગમાં સફાઇ કામદારના પાંસળા સાવજે બહાર કાઢી નાખ્યા

- ગંભીર રીતે ઘાયલ કર્મચારીને રાજકોટ ખસેડાયો


સક્કર બાગ ઝૂમાં આજે પાંજરાની સફાઇ કરતા કર્મચારી પર એક સિંહે હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. આ ઘટનાને પગલે ઘાયલ થયેલા કર્મચારીને ઝૂનાં સ્ટાફે સૌપ્રથમ અહીંની જ એક ખાનગી હોસ્ટપિલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.


સક્કર બાગ ઝૂનાં આગળની સાઇડે આવેલા પાંજરામાં સફાઇ કામગીરી કરતા ઇરફાન ઠેબા (ઉ.૨૩) નામનાં કર્મચારીએ રાબેતા મુજબ જ સિંહનાં પાંજરાની સફાઇ માટે તેને 'ડીસ્પ્લે' ગણાતા વિસ્તારમાં ખસેડ્યા બાદ તેની સફાઇ કરી રહ્યો હતો. જોકે, આજે તે 'ડીસ્પ્લે'નો દરવાજો બંધ કરવાનું ચૂકી ગયો.


આથી પાછળથી આવેલા એક વનરાજે આવી ચઢી સીધો જ તેના પર હુમલો કર્યો. ઇરફાનનું ધ્યાન સફાઇમાં હોઇ ગુપચૂપ આવી ચઢેલા સિંહ વિશે તેને કશો ખ્યાલ નહોતો આવ્યો. અચાનકજ થયેલા હુમલાથી તે હેબતાઇ ગયો હતો. સિંહનાં વજનદાર પંજા અને અણીદાર નખ તેની પીઠમાં ખંજરની માફક ખૂંપી ગયા હતા. અને તે જમીન પર પટકાયો હતો.


હુમલો થયા બાદ તેણે બૂમ મારી હતી. આથી પાસેનાં પાંજરાઓમાં કામ કરતો સ્ટાફ ત્યાં ધસી આવ્યો હતો. સહુએ અવાજો કરી સિંહને પાછો 'ડીસ્પ્લે'માં ભગાડી મૂક્યો હતો. અને ઘાયલ થયેલા ઇરફાનને ડૉ. ભૂવા સહિતનાં સ્ટાફે ત્રિમૂર્તિ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનો એક્સ-રે એમ.આર.આઇ. કરતાં કરોડરજજૂનો એક મણકો તૂટી ગયો હોવાનું માલુમ પડતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું ઝૂનાં ડાયરેકટર ડી.એફ.ઓ. વી. જે. રાણાએ જણાવ્યું હતું.

બે વર્ષથી કામ કરે છે

ડી.એફ.ઓ. રાણાએ વધુમાં ઉમેર્યું હતું કે, ઇરફાન ઠેબા છેલ્લા બે વર્ષથી સક્કર બાગ ઝૂમાં શ્રમળ્યોગી તરીકે ફરજ બજાવે છે. અને તે રોજ સિંહોનાં પાંજરાની સફાઇ પણ કરે છે.

No comments:

Previous Posts