Wednesday, March 07, 2012

One more lioness gives birth to two cubs at Kankrach; runs after farmers

07-03-2012
One more lioness gives birth to two cubs at Kankrach; runs after farmers
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-give-childbirth-liliya-2950867.html?OF13=

'રાતડી'એ ધારણ કર્યું માતૃત્વ, લીલીયમાં ગુંજશે બાળસિંહની ગર્જના


ક્રાંકચની સીમમાં વધુ એક સિંહણે બચ્ચાંને જન્મ આપ્યો


બચ્ચાંના જન્મ બાદ ઝનૂની બનેલી સિંહણ ખેડુતો પાછળ દોટ મૂકે છે

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં રાતડી નામની સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યાની ઘટના તાજી છે ત્યાં માકડી નામની વધુ એક ગર્ભવતી સિંહણે બચ્ચાને જન્મ આપ્યો છે. હાલમાં આ સિંહણએટલી આક્રમક બની ગઇ છે કે આ વિસ્તારના સીમ રસ્તે લોકોને નીકળવુ મુશ્કેલ થઇ પડ્યું છે.

લીલીયા વિસ્તારમાંથી સિંહપ્રેમીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. ક્રાંકચ તથા આસપાસના ગામડાઓની સીમમા વસતો સિંહ પરિવાર વિસ્તરી રહ્યો છે. હજુ થોડા સમય પહેલા ક્રાંકચના ધુડીયાપીર વિસ્તારમાં રાતડી નામની એક સિંહણે બે સિંહ બાળને જન્મ આપ્યા બાદ હવે માકડી નામની એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો હોવાનુ જાણવા મળેલ છે.

માકડી નામની આ સિંહણ ગર્ભવતી હતી અને ક્રાંકચની બવાડા ગામ તરફની સીમમાં ભટકતી હતી. આ સિંહણ ટુંકા ગાળામાં બચ્ચાને જન્મ આપશે તેવુ લાગતુ હતુ ત્યાં ગઇકાલે જ આ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો હતો. જો કે સિંહણના આ બચ્ચા અવાવરૂ સ્થળે હોય કેટલા બચ્ચાએ જન્મ લીધો તે જાણી શકાયુ ન હતું.

હાલમાં આ સિંહણ ખુબ જ આક્રમક સ્વભાવની બની ગઇ છે. આજે ઘણે દુરથી કેડા પર પસાર થતા એક મોટર સાઇકલ પાછળ તેણે દોટ મુકી હતી. બચ્ચાવાળી સિંહણનો સ્વભાવ જનુની બની જતો હોય સીમમાં કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

No comments:

Previous Posts