Leopard kills infant at Sutrapada
Divya Bhaskar By Nimish Thakar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-killed-one-year-old-girl-2957733.html
માનવભક્ષી દીપડાનો આતંક, માં પાસે પોઢેલી પુત્રીને આંચકી ગયો!
- દીપડા સામે લાચાર પરિવાર એક વર્ષની પુત્રીને છોડાવવા રાડો પાડતો રહ્યો
- માતા પાસે ભરનિદ્રામાં પોઢેલી બાળકીને ઉઠાવી ગયો
- સૂત્રાપાડાનાં ખાંભાની કમકમાટીભરેલી ઘટના
- આ પ્રકારની 9મી ઘટના
- દીપડો બની ગયો માનવભક્ષી
સૂત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં છેલ્લા બેએક માસથી દીપડાનાં માનવી પર હુમલાનાં બનાવો વધ્યા છે. તેમાં એકનો ઉમેરો થયો છે. ગતરાત્રિનાં સમયે વાડીમાં માતાની પાસે ભરનિંદ્રા માણતી એક વર્ષની બાળકીને દીપડો ઉપાડી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.
સૂત્રાપાડા તાલુકાનાં ખાંભા ગામે પ્રાંચી-તાલાલા રોડ ઉપર સૂત્રાપાડા તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન હમીરભાઇ વાઢિયાનાં ભાઇની વાડી આવેલી છે. વાડીમાં શેરડી કાપવા માટે મધ્યપ્રદેશનાં મજૂરો આવ્યા છે. આ મજૂરો વાડીમાં જ દંગા નાંખી રહેતા હોય છે.
ગતરાત્રિનાં સમયે સોહમલાલ નામના મજુરની પત્ની પોતાની એક વર્ષની પુત્રી સપના સાથે ખુલ્લા ઝૂંપડામં નિંદ્રાધીન થયા હતા. એ વખતે જંગલમાંથી આવી ચઢેલા દીપડાએ સપનાને ઉપાડી લીધી હતી. દીપડાનાં તીક્ષ્ણ દાંત કોમળ શરીરમાં પેસતાં જ સપના જોરજોરથી રડવા લાગી હતી. આથી તેની માતા અને ઝૂંપડામાં જ સૂતેલા અન્ય લોકો જાગી ગયા હતા. અને સપનાને છોડાવવા રાડો પાડી હતી.
જોકે, દીપડો સપનાને છોડી દેવાને બદલે ઉપાડીને જતો રહ્યો હતો. ઝૂંપડાનાં લોકોએ રાતભર તેની શોધખોળ ચલાવ્યા બાદ છેક સવારે સીમમાં જ એક સ્થળેથી સપનાનાં શરીરનાં અવશેષો મળી આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ, સોહમલાલ સહિત કુલ પાંચ શ્રમિક પરિવારો એક જ ઝૂંપડામાં સૂતા હતા. જેમાંથી દીપડાએ સપનાને જ નિશાન બનાવી હતી. છેલ્લા બે માસ દરમ્યાન સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં દીપડાનાં માનવી પર હુમલાનાં ૯ બનાવો બન્યા છે. જેમાં ૩ બનાવોમાં દીપડાએ બાળકોને ફાડી ખાધા છે અને હવે તે દીપડો માનવભક્ષી બની ગયો છે.

No comments:
Post a Comment