Monday, March 12, 2012

Rajkjot – Mumbai residents held at illegal Lion show at Gadhiya near Dhari

12-03-2012
Rajkjot – Mumbai residents held at illegal Lion show at Gadhiya near Dhari
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-illegal-lion-watch-mumbai-man-arrested-2961443.html

ઝડપાયેલાં પાંચ શખ્સો પાસેથી ડીએફઓ શર્માએ ૧૯૫૦૦નો દંડ ફટકાર્યો

ધારીના ગઢીયામાં બળદનુ મારણ કરતા સિંહોને નિહાળવા બસો જેટલા લોકોની ભીડ જમા થઇ હતી. ત્યારે અહી ખુદ ડીએફઓએ ત્રાટકીને રાજકોટ, મુંબઇ અને ધારીના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. વનતંત્રએ પાંચ વાહનો કબજે લઇ R ૧૯,૫૦૦નો દંડ વસુલ્યો હતો. બાકીના શખ્સો નાસી છુટયા હતા.

ગીરપુર્વમાં પાછલા કેટલાય વર્ષોથી ગેરકાયદે લાયન શો ચાલી રહ્યાં છે. મોટા ભાગના કિસ્સામાં ખુદ વનતંત્રની સંડાવણી અથવા તો વનતંત્રની નિષ્ક્રિયતા જવાબદાર હોય છે. ગેરકાયદે લાયન શો સામે વનતંત્ર દ્રારા ભાગ્યે જ પગલા લેવામાં આવે છે. પરંતુ ગીરપુર્વના ડીએફઓ તરીકે અંશુમન શર્માએ ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે આવા ગેરકાયદે લાયન શો બંધ કરાવવા કમર કસી છે. પાછલા કેટલાક દિવસોથી તેમણે કર્મચારીઓને દોડતા રાખી જંગલમાં સઘન કોમ્બીંગ શરૂ કરાવ્યું છે.

દરમિયાન ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાં ગત બપોરે સાવજોએ એક બળદનુ મારણ કર્યું હતું. જોતજોતામાં આ વાત આસપાસના વિસ્તારોમાં ફેલાઇ હતી. સ્થાનિક લોકો આવા સમયે બહારના લોકોને સિંહ જોવા આવવા માટે આમંત્રણ આપતા હોય છે. મોડીસાંજે સાવજો આ મારણ પર ફરી આવે તે નકકી હતુ. મોડીસાંજે અહી સ્થાનિક લોકો ઉપરાંત ધારી, રાજકોટ,મુંબઇ વગેરે દુરદુરના ગામો, શહેરોના લોકો સિંહ દર્શન માટે એકઠા થઇ ગયા હતા.

ગઢીયાની સીમમાં વાહનોના પણ થપ્પા લાગી ગયા હતા. દરમિયાન ડીએફઓ અંશુમન શર્મા જાતે પેટ્રોલીંગમાં નીકળ્યા હોય ગઢીયાની સીમમાં ચાલતા આ ગેરકાયદે લાયન શો પર પહોંચી ગયા હતા. તેમને જોઇ અહી નાસભાગ મચી ગઇ હતી. મોટા ભાગના લોકો પોતપોતાના વાહનો લઇ નાસી છુટયા હતા.

આમછતા વનતંત્ર દ્રારા ધારીના હર્ષદ ગૌતમભાઇ વાળા, મુંબઇના ભરત ઓધવજીભાઇ, રાજકોટના વરૂણ ભરતભાઇ ત્રિવેદી, ભાવેશ સુરેશભાઇ અગ્રાવત અને અનિરૂધ્ધ માણસુરભાઇ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી R ૧૯,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચ વાહનો પણ કબજે લેવાયા હોવાનુ જાણવા મળેલ છે.

No comments:

Previous Posts