Tuesday, March 27, 2012

Leopards die in fight with lion and hyena

27-03-2012
Leopards die in fight with lion and hyena
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-and-female-leopard-death-in-lion-infight-3019491.html?OF6=

સિંહણ સાથે ઈનફાઈટમાં દીપડા - દીપડીનાં મોત


મેંદરડાના ડેડકડી રેન્જમાં ઝરખ અને માળિયાના બાબરાવીડીમાં સિંહણ સાથે ઈનફાઈટના બનાવો બન્યા

ગીર જંગલનાં મેંદરડાનાં ડેડકડી રેન્જમાં ઝરખ અને માળીયા હાટીનાનાં બાબરાવીડી પાસે સિંહણ સાથેની ઈનફાઈટમાં દીપડો અને દીપડી મોતને ભેટયા હતા. મેંદરડા તાલુકા હેઠળની ડેડકડી રેન્જમાં રમેશભાઈ આંબાભાઈ સોજીત્રાનાં ખેતરમાં આજે નાના પ્રાણીનો શિકાર કરી દીપડો મારણ ખાઈ રહ્યો હતો.

ત્યારે ત્યાંથી નીકળેલા ઝરખે તેની પાસેથી મારણ ઝૂંટવી લેવાનાં પ્રયાસમાં બન્ને વચ્ચે ઈનફાઈટ જામી હતી જેમાં ઝરખનાં તીક્ષ્ણદાંત દીપડાનાં ગળાનાં ભાગે ખુંપી જતા ભારે રક્તસ્ત્રાવ થવાથી મોત થયું હતું. દોડી આવેલા વન વિભાગના સ્ટાફે દીપડાનું પી.એમ.કરાવ્યું હતું.

જેની પ્રાથમીક તપાસમાં રાની પશુના દાંતથી ઈજા થયેલ હોય મોત થયાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ અને એક વર્ષનાં મૃત દીપડાનાં શબની આસપાસ ઝરખનાં ફૂટમાર્ક અને મારણ ઉપર ઝરખની હાજરી જોવા મળેલ. પરંતુ આ બનાવમાં દીપડો નાનો હોય ઝરખે મારણ ઝુંટવી લેવાની ચેષ્ટા કરી જેમાં થયેલ ઈનફાઈટથી દીપડાનું મોત થયેલ હતું.

આવા જ એક અન્ય બનાવમાં માળીયા હાટીનાનાં પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ બાબરાવીડી નજીક ચુલડી ગામના સીમ વિસ્તારમાં જીવાભાઈ ગોવિંદભાઈ વાઢેરની વાડીમાંથી આજે સવારે એક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવતાં વન તંત્રનો સ્ટાફ રૂડાભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

તપાસમાં સિંહણ સાથેની ઈનફાઈટમાં આ દીપડીનું મોત થયાનું જાણવા મળ્યું હતું. વનવિભાગે મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ અગ્નિદાહ આપી તેનો નિકાલ કર્યો હતો. દીપડીનો એક પગ પણ સિંહણ ખાઈ ગઈ હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.

No comments:

Previous Posts