Lioness attacks young man during Lion Show
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-injured-for-ran-behind-group-3027853.html?OF2=
ટોળાં પાછળ સિંહણ દોડ્યા બાદ પડી જતાં યુવાનને ઇજા
- માતરવાણિયા-અવાણિયા ગામે સિંહ પરિવારે ધામા નાંખતાં બનેલી ઘટના
માળિયા હાટીના તાલુકાનાં માતરવાણિયાની સીમમાં બે સિંહણે ૩ બચ્ચાં સાથે ધામા નાંખ્યા બાદ આજે આ સિંહ પરિવાર અવાણીયાની સીમમાં આવ્યો હતો. પરંતુ તેને જોવા લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા બાદ કોઇએ કાંકરીચાળો કરતાં સિંહણ ટોળાં પાછળ દોડી હતી. જેને પગલે એક યુવાન પડી જતાં તેને ઇજા થઇ હતી.
બનાવ અંગે પ્રાપ્તવીગતો મુજબ, માળિયા હાટીના તાલુકાનાં માતરવાણિયા ગામની સીમમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. આ ગૃપમાં બે સિંહણ અને ૩ બચ્ચાં છે. ગતરાત્રિ દરમ્યાન આ પરિવાર વહિરતો જંગલમાંથી બહાર નીકળીને અવાણીયા ગામની સીમ તરફ આવ્યો હતો. જ્યાં સીમમાં કામ કરતા લોકો જોઇ જતાં વાત ગામમાં ફેલાઇ હતી. અને લોકોનાં ટોળાં સિંહ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે ૮ વાગ્યા સુધીમાં આશરે ૪૦૦ થી ૫૦૦ લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. જેઓનાં શોરબકોર અને એકાદ વ્યક્તિએ કરેલા કાંકરીચાળાને પગલે સિંહણ વફિરી હતી. અને ટોળાં તરફ દોટ મૂકતાં એક યુવાન પડી જતાં તેને સામાન્ય ઇજાઓ થઇ હતી.
બનાવની જાણ થતાં વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, દિવસ ઉગી જતાં સિંહ પરિવારે એક સ્થળે છાંયડાની ઓથ લીધી હતી. દરમ્યાન બપોર સુધીમાં હજારેક લોકોનું ટોળું એકત્રિત થઇ જતાં વનવિભાગે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટોળાંને વોખેરવા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દરમ્યાન દિવસ ઢળતાં વનવિભાગનો કાફલો સિંહ પરિવારને જંગલ તરફ દોરી જવા માટે માળિયાથી રવાના થયાનું આર.એફ.ઓ. અપારનાથીએ જણાવ્યું હતું.

No comments:
Post a Comment