Friday, March 16, 2012

Lion Attach at Amodra Village near Una

16-03-2012
Lion Attach at Amodra Village near Una
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-old-man-2978107.html?OF10=

આમોદ્રામાં આધેડ પર સિંહનો હુમલો

ગામની સીમમાં સિંહ પરિવારના ચાર દી'થી ધામા : લોકોમાં ગભરાટ

ઊનાનાં આમોદ્રા ગામની સીમમાં આજે બપોરનાં સુમારે સિંહે આઘેડ પર હુમલો કરી તેમને લોહી લુહાણ કરી દીધા હતા. સીમ વિસ્તારમાં સિંહ પરિવારનાં છેલ્લા ચાર દિવસથી ધામા હોય લોકોમાં ગભરાટ છવાયો છે.

મળતી વિગત મુજબ તાલુકાનાં આમોદ્રા ગામની સીમમાં છેલ્લા ચાર દિવસથી એક નર, બે માદા અને બે બચ્ચા સહિતનાં સિંહ પરિવારે ધામા નાંખ્યા હોય અને બુધવારનાં સાંજના સુમારે કરશનભાઈ વિરભણભાઈ જાદવનાં બળદ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

આજે બપોરનાં સુમારે નાઠેજ રોડ પર જોધાભાઈ દાનાભાઈ મોરીની વાડીમાં માલઢોરને નીરણ નાંખવા ગયેલ નાથાભાઈ જેઠાભાઈ જાદવ (ઉ.વ.૫૨)નામનાં આઘેડ પર સિંહે પાછળથી હુમલો કરી તેમનો જમણો પગ જડબામાં જકડી લેતાં નાથાભાઈએ પોતાનો જીવ બચાવવા રાડા રાડી કરી મૂકતાં આસપાસનાં લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મૂકતાં સિંહ નજીકની વાડીમાં નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં ૧૦૮નાં પાવન પુરોહીત, પાયલોટ ભરતભાઈએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ નાથાભાઈને લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાને સારવારમાં ખસેડયાં હતા.

વનવિભાગનાં ફોરેસ્ટર પી.એમ.મારૂ, બી.પી.પોપટાણી, ડી.એસ.ગોસ્વામી, જે.સી.ગોસ્વામી સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઈ સિંહ પરિવારનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. છેલ્લાં એક માસ દરમિયાન વન્યપ્રાણીઓ દ્વારા માનવ હુમલાનાં બનાવો વધવા પામ્યા છે અને એક ત્રણ વર્ષનાં બાળકને પણ ફાડી ખાદ્યો હતો. ત્યારે વન્ય પ્રાણીઓને પાંજરે પૂરવા વનવિભાગ કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

No comments:

Previous Posts