Monday, March 12, 2012

Gir jungle does not increas in last few years

12-03-2012
Gir jungle does not increas in last few years
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-gir-jungle-does-not-increas-in-last-few-years-2960872.html?OF5=

411 સિંહો ધરાવતા ગીરના જંગલની એક કડવી વાસ્તવિક્તા















અનામત જંગલો અભયારણ્ય બન્યાં, પણ નવા રેવન્યુ વિસ્તારો જંગલ ન બન્યાં


'ખુશ્બુ ગુજરાત કી' એડ ફિલ્મમાં સાસણ ગિરનાં સિંહોનું બીગ બી એ માર્કેટિંગ કર્યું. જેને લીધે સાસણ આવતો સમૂળગો વર્ગ જ બદલી ગયો. પ્રવાસીઓમાં સિંહ જોવાનું ઘેલું વધ્યું છે. છેલ્લાં કેટલાક દાયકાઓથી સિંહ-દીપડાની સંખ્યા પણ વધી છે. પરંતુ જંગલનું કદ એનું એ જ રહ્યું છે. આથી જંગલમાં વન્યપ્રાણીઓ વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો પણ વધ્યા છે. તો જંગલની બહાર આવીને માનવી પર હુમલાનાં બનાવોમાં પણ ખાસ્સો વધારો થયો છે.

- ગિરનાં જંગલનું ક્ષેત્રફળ ૧૪૧૨ ચોરસ કિમી છે. જેમાં ૨૫૮ ચો.કિમી ક્ષેત્રફળ ગિર રાષ્ટ્રીય ઉદ્યાનનું છે
- છેલ્લી વસ્તી ગણતરી મુજબ સિંહોની વસ્તી બધું મળીને ૪૧૧ ની છે
- વર્ષ ૨૦૦૫ માં તે ૩૫૯ ની હતી. સિંહો વધ્યા તો સાથે દીપડા પણ વધ્યા.
- નવા રેવન્યુ વિસ્તારોને ભેળવીને જંગલનું કદ મોટું બન્યું હોય એવું બહુ ઓછું બન્યું છે.

ગિરનાં જંગલનું ક્ષેત્રફળ ૧૪૧૨ ચોરસ કિમી છે. જેમાં ૨૫૮ ચો.કિમી ક્ષેત્રફળ ગિર રાષ્ટ્રીય ઉદ્યાનનું છે. આ ઉપરાંત ગિરનાર જંગલનાં ૧૮૧ ચો.કિમી વિસ્તારને તાજેતરમાં જ અભયારણ્ય જાહેર કરાયું છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ સિંહોની વસ્તી બધું મળીને ૪૧૧ ની છે.

વર્ષ ૨૦૦૫ માં તે ૩૫૯ ની હતી. સિંહો વધ્યા તો સાથે દીપડા પણ વધ્યા. દીપડા આખા ગુજરાતમાં છે. અને તેઓ રેવન્યુ વિસ્તારમાં પણ રહે છે. તેઓ માટે શ્રેષ્ઠ રહેણાંક જંગલ જ છે.

પરંતુ આપણે ત્યાં ગિર અભયારણ્ય અસ્તિત્વમાં આવ્યું ૧૯૬૫ માં. ત્યાર પછી ગિરનારનાં જંગલને અભયારણ્ય જાહેર કરાયું. પરંતુ એ અગાઉથી અનામત જંગલ તો હતું જ.

નવા રેવન્યુ વિસ્તારોને ભેળવીને જંગલનું કદ મોટું બન્યું હોય એવું બહુ ઓછું બન્યું છે. વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ માટેનાં ઉપાયોમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ છે જંગલનું કદ વધારવાનો.

No comments:

Previous Posts