Monday, March 19, 2012

Lioness, injuredin infight, treated on the spot

19-03-2012
Lioness, injuredin infight, treated on the spot
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-visavadar-injured-lioness-treatment-2991114.html

વિસાવદરમાં ઇનફાઇટમાં ઘાયલ સિંહણને સ્થળ પર જ સારવાર

વિસાવદર રેન્જનાં કુટીયા રાઉન્ડમાં ૧૦ દિવસ પહેલા મેટિંગ દરમિયાન ઇનફાઇટમાં સિંહે સિંહણને ઘાયલ કર્યા બાદ વન વિભાગે સ્થળ પર જ તેને સારવાર આપી જંગલમાં મૂકત કરી દીધી હતી.

વિસાવદર રેન્જનાં કુટીયા રાઉન્ડમાં ૩૦૦ મીટરનાં અંતરે ૧૦ દિવસ પહેલા મેટિંગ દરમિયાન ઇનફાઇટમાં સિંહે સિંહણને પૂંછડી તથા પુંઠનાં ભાગે ઇજા પહોંચાડી હતી. દરમિયાન ફેરણીમાં વન વિભાગનાં સ્ટાફને આ ઘાયલ સિંહણ જોવા મળતા એસીએફ તથા આરએફઓને તાત્કાલિક જાણ કરી હતી. ત્યારબાદ સાસણથી વેટરનરી તબીબને બોલાવી આ ઘાયલ સિંહણનું લોકેશન મેળવી તેને ઇંજેકશન આપીને બેભાન કરી સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને તેની ઇજા સામાન્ય હોવાથી જંગલમાં મૂકત કરી દેવામાં આવી છે અને તેની ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

No comments:

Previous Posts