Saturday, March 24, 2012

People unhappy with double sided policy of Dhari Forest Department

24-03-2012
People unhappy with double sided policy of Dhari Forest Department
Divyabhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-double-policy-of-forest-dept-dhari-3006597.html

ધારીમાં વનવિભાગની બેધારી નિતી સામે ભભૂકતો રોષ

ધારીમાં વનવિભાગની બેધારી નિતી સામે રોષ પ્રર્વતી રહ્યો છે. એક તરફ દ્વારા જાહેરાતો કરવામાં આવે છે તો બીજી તરફ સિંહ દર્શન કરનારને દંડ ફટકારવામાં આવે છે. તેમ ભાજપના આગેવાન અને કૃષિબેંકના ડીરેકટર ગૌતમભાઇ વાળાએ જણાવી રોષ વ્યક્ત કર્યો છે. અને આવા બનાવોની ઉચ્ચસ્તરે તપાસ થાય તેવી માંગ પણ ઉઠાવી છે.

ગૌતમભાઇએ વનવિભાગ સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે ધારી તાલુકાના ગઢીયા ગામે ગયેલા લોકો પોતાના વ્યવહારિક કામે ગયા હોય ડીએફઓએ તેઓને અટકાવી લાયન શોના નામે દંડ ફટકાર્યો હતો. જેના કારણે આ વિસ્તારના લોકોમાં રોષ પ્રર્વતી રહ્યો છે. તમામ લોકો ગામથી દસ કિમી દુર રેવન્યુ વિસ્તારમાં હોવા છતા દંડ ફટકારવામાં આવ્યો હતો.

એક જ સ્થળ પર એક જ બનાવમાં અલગ અલગ રીતે દંડની વસુલાત કરવામાં આવે છે. આ સંદર્ભે અવારનવાર દંડ થયા બાદ પંચરોજ કામની નકલો માંગવા કચેરીએ ધરમના ધકકા ખાવા પડે છે. અધિકારીઓ આ નકલ આપતા ન હોય તેઓની ભુલ છતી થાય છે. રેવન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીઓ આવી ચડે તો શું નીહાળી ન શકીએ તેવા સવાલો ઉઠાવ્યા હતા અને આવા બનાવોની ઉચ્ચસ્તરે તપાસ થાય તેવી માંગણી પણ ઉઠાવી હતી.

સિંહને જેટલુ જંગલમાં રક્ષણ તેટલુ જ રેવન્યુમાં- ડીએફઓ અંશુમન શર્મા

ધારી ગીરપુર્વ વનવિભાગના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સિંહોને જેટલુ રક્ષણ જંગલમાં મળે છે તેટલુ જ રેવન્યુ વિસ્તારમાં મળે છે. સિંહોએ જ્યારે મારણ કર્યું હોય ત્યારે લોકો દ્રારા તેને ખલેલ પહોંચાડવામાં આવે છે.

No comments:

Previous Posts