Five leopards caught in one day in Sorath (Junagadh Dist)
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-five-leopard-caught-in-one-day-3038720.html?OF9=
એક જ દિ’માં પાંચ દીપડા પાંજરામાં
વિસાવદરના નાની પિંડાખાઈમાં ત્રણ પાંજરામાં ત્રણ દીપડા કેદ : કોડીનારના સિંધાજમાં પણ એક પુરાયો
કોડીનારનાં સિંધાજ ગામે એક ઓરડીમાં વાછરડીનું નિરાંતે મારણ કરી રહેલી દીપડીને વનવિભાગે પાંજરે પુરી હતી. તાલુકાનાં સિંધાજ ગામનાં કશિનભાઇ જીવાભાઇ કાચેલાની સીમમાં આવેલી વાડીએ માલઢોર બાંધવાની ઓરડીમાં આજે સવારે દીપડીએ પ્રવેશી એક વાછરડીનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી રહી હતી ત્યારે વાડી માલીકને જાણ થતાં જામવાળા વનવિભાગને જાણ કરતાં આરએફઓ પરષોતમનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર નિનામા, પઠાણભાઇ, ધીરૂભાઇ, ડ્રાઇવર રણજીતભાઇ, બુધેચભાઇ, ટ્રેકર ટીમના ચાવડા, ભુપતગીરી, ભરતભાઇ સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી ચાર કલાકની જહેમત બાદ છ વર્ષની દીપડીને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશગીરી ગૌસ્વામી, જીજ્ઞેશ ગોહિલ પણ મદદમાં જોડાયા હતા.
આદમખોર દીપડો આજીવન કેદમાં
બાળકીને ફાડી ખાનાર આદમખોર દીપડો કાંતીભાઇની વાડી નજીકથી જ પાંજરામાં પૂરાય ગયો હતો. આશરે ૮થી ૯ વર્ષનાં આ દીપડાને જૂનાગઢ સક્કરબાગ ઝુમાં આજીવન કેદમાં મોકલી અપાયેલ હોવાનું આરએફઓ એન.એમ.જાડેજાએ જણાવ્યું હતું.
બે દીપડીઓને સાસણમાં મોકલી
નાની પિંડાખાઇથી એક કિ.મી.નાં અંતરે કાનાવડલા નજીકથી પાંચથી છ વર્ષની દીપડી અને બીજી ચારથી પાંચ વર્ષની દીપડી તેનાંથી ૩૦૦ મીટરનાં અંતરેથી પાંજરામાં પૂરાઇ હતી. જેમાં એક તો કેદ થઈને નિકળી ગયેલી અને ફરી કેદ થતા બન્નેને સાસણ મોકલી છે
એક સાથે ત્રણ દીપડાની ઘટના પ્રથમ
ડીએફઓ ડૉ.કે.રમેશ સાથે ટેલિફોનીક વાતચીતમાં તેમણે કહ્યું હતુ કે, એક સાથે ત્રણ દીપડા પાંજરે પૂરાયા હોય તેવી ગીરનાં ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે. આ દીપડાઓને પકડવા જુદી-જુદી સાત જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.