15-05-2012
Lioness falls in open well at Maen village near Una
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-loin-fall-down-in-well-3267184.html?OF6=
કૂવામાં ખાબકેલી સિંહણ પર જલાભિષેક!
- ઊનાના મેણ ગામે કલાકો સુધી રેસ્કયૂ ઓપરેશન કરી સિંહણને વનતંત્રે બચાવી લીધી
ઊનાનાં મેણ ગામની સીમમાં અવાવરૂ કુવામાં પડી ગયેલી સિંહણને વનતંત્રે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લઈ પાંજરે પુરી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી હતી. તાલુકાનાં મેણ ગામની સીમમાં બચુભાઈ ગીગાભાઈ ડાભીની વાડીમાં ૨૦ ફૂટ ઊંડા પાણી વગરનાં અવાવરૂ ખૂલ્લા કુવામાં રાત્રિ કે વહેલી સવારના સુમારે એક સિંહણ ખાબકી ગઈ હતી.
સવારનાં દસ વાગ્યાની આસપાસ બચુભાઈ વાડીએ જતા અને કુવામાંથી વન્યપ્રાણીનો અવાજ સાંભળવા મળતા તુરંત જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીરને જાણ કરતા તેમણે ડીએફઓ અંશુમન શર્માને વાકેફ કર્યા હતા અને તેમનાં માર્ગદર્શન હેઠળ આરએફઓ આહીર, રેસ્કયુ ટીમના એન.જે.છેલાણા સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી દોરડાનો ગાળીયો બનાવી દોઢ કલાકની જહેમત બાદ સિંહણના શરીર ફરતે ગાળીયો બંધાઈ ગયા બાદ કુવામાંથી બહાર ખેંચી પાંજરે પુરવામાં આવી હતી.
આ સિંહણની ઉંમર આશરે ૧૨ થી ૧૩ વર્ષની અને સ્વસ્થ હોય તેમજ જાંબુડી વિસ્તારની અને કોઈ ગૃપમાં ન હોવાથી હાલ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ આવવામાં આવી છે અને એકાદ-બે દિવસમાં જંગલમાં મુકત કરી દેવામાં આવશે તેમ આરએફઓ આહીરે જણાવ્યું હતું.
- 'શાવર સ્નાન'થી સિંહણ મોજમાં
કુવામાં પડેલી સિંહણ ધોમધખતા તાપમાં હાંફતી-હાંફતી ઘુઘવાટા બોલાવતી ત્રાસી ગયેલી હાલતમાં જોવા મળતા વનવિભાગનાં સ્ટાફ દ્વારા સૌપ્રથમ તેને ઠંડક મળી રહે તે માટે જલાભિષેક કરવામાં આવતા સિંહણે રાહત અનુભવી મોજમાં આવી ગઈ હતી.
- કૂવામાં પડેલા લાકડાં તીક્ષ્ણ દાંતથી તોડી નાખ્યા
ગરમીનાં કારણે ગુસ્સામાં આવી ગયેલી આ સિંહણે કુવામાં પડેલા ઝાડનાં લાકડાને મોઢામાં લઈ તિક્ષ્ણ દાંતોથી તોડવા લાગી હતી. સિંહણનું આ રૌદ્ર રૂપ જોઈ રેસ્કયુ ટીમ પણ થોડીવાર પુરતી ચિંતીત બની ગઈ હતી.

No comments:
Post a Comment