Saturday, May 26, 2012

Leopard of Gujarat to be surrogate mother of Cheetah

26-05-2012
Leopard of Gujarat to be surrogate mother of Cheetah
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-leopardess-surogate-mother-for-cheetah-3320800.html

ડો. રીચીનું ગુજરાતમાં સિક્રેટ મિશનઃ દીપડી બનશે ચિત્તાની 'સરોગેટ મધર'


ઘેટી ડોલીના જન્મદાતા ડો. બીલ રીચીનું ગુજરાતમાં સિક્રેટ મિશન : ચિત્તાનો વંશવેલો જાળવવા માટે 'ઇન વિટ્રો ફર્ટિલાઇઝ' અથવા 'સરોગેસી' પદ્ધતિના ઉપયોગ કરાશે


ઇંટો-કોંક્રીટના વધી રહેલાં જંગલો સાથેના વિકાસ અને આધુનિકતાના આ દોરમાં લુપ્ત થઇ રહેલાં જંગલો અને વન પ્રાણીઓની જાળવણી માટે યેનકેન પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે વિકાસની તેજ ગતિએ દોડી રહેલા રથ પર સવાર ગુજરાત સરકારે પણ વન્યસૃષ્ટિને જાળવવા માટે એક નવતર પહેલ કરી રહી છે. જેમાં ચિત્તાનો વંશવેલો આગળ ધપાવવા માટે સૌપ્રથમવાર દેશમાં ચિત્તાનું 'ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન' અથવા 'સરોગસી'ની રીત અપનાવવામાં આવશે.

ઉલ્લેખનીય બાબત એ છે કે જો 'સરોગસી' પદ્ધતિથી ચિત્તાના વંશવેલાને આગળ ધપાવવામાં આવશે તો વિશ્વભરમાં મનુષ્ય જાતિ માટે સરોગેસી હબ(સરોગેટ મધર) તરીકે નામના મેળવનારું ગુજરાત પ્રાણીઓના કેસમાં પણ નવો દોર શરૂ કરનારું સાબિત થશે. કેમ કે, સરોગસી પદ્ધતિ દ્વારા દીપડીની કૂખેથી ચિત્તાને જન્મ આપવાના વિકલ્પ અંગે પણ વિચારણા ચાલી રહી છે.

વનકેસરી(સિંહ)માટે વિશ્વમાં જાણીતા ગીરના પંથકના જૂનાગઢના સક્કર બાગ પ્રાણીસંગ્રહાલયમાં આ નવતર પ્રયોગ હાથ ધરાનારો છે. જેમાં નામશેષ થઇ રહેલા ચિત્તા જેવા દુર્લભ પ્રાણીના વંશવેલાને જાળવવા માટે સ્કોટલેન્ડના ડો. બીલ રીચી, દેશ અને રાજ્યના નિષ્ણાતોનો 'ત્રિવેણી સમન્વય' પ્રયત્નશીલ છે. ડો. બીલ રીચીએ આજથી ૧પ વર્ષ પહેલાં સૌપ્રથમ ક્લોનિંગ દ્વારા ઘેટાને જન્મ આપ્યો હતો. અતિ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે ૧૯ લાખ રૂપિયાનું ભંડોળ પણ પૂરું પાડયું છે.

આ વાત ભલે અચંબામાં નાખી દે એવી છે પરંતુ વન વિભાગે ચિત્તાની સંખ્યા વધારવા માટે કૃત્રિમ ગર્ભધારણ અને સરોગસી આ બન્ને વિકલ્પ અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. કેમ કે, ૨૦૦૯ માં ગુજરાત સરકાર ગીરના ત્રણ સિંહના બદલામાં સિંગાપોર ઝૂ ખાતેથી ચાર આફ્રિકન ચિત્તા લઇ આવી હતી. જેમાંથી એક ચિત્તોનું ૨૦૧૧ માં બીમારીથી મોત થયું હતું. આથી વન વિભાગ બાકીના ત્રણ ચિત્તાને લઈને કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. એટલે જ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.

વન ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે સ્કોટલેન્ડ ખાતેથી ડો રીચીને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે બાકીના ત્રણ ચિત્તાનું કઈ રીતે પ્રજનન થઇ શકે તે વિષય ઉપર ગહન ચર્ચાઓ થઇ હતી. ઉલ્લેખનીય છે કે નિષ્ણાતો અને અધિકારીઓ આઇવિએફ ઉપરાંત દીપડી ને સરોગેટ મધર તરીકે પણ ઉપયોગ કરવા અંગે વિચારી રહ્યા છે. આ ચર્ચામાં ડો. રીચીની સાથે રાજ્યના વન ખાતાના અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેઓએ એક પ્રેઝન્ટેશન મુખ્યમંત્રીને પણ આપ્યું હતું અને ત્યાર બાદ આ કાર્ય માટે ૧૯ લાખ રૂપિયાની આર્થિક સહાય પણ વન વિભાગને મળી ચૂકી છે. ભારતમાં ચિત્તો આશરે ૬૪ વર્ષ પહેલા વિલુપ્ત થઇ ગયો હતો.

કોણ છે ડો. રીચી?

ડોલી ધ શીપને જન્મ આપનારી ટીમમાં સ્કોટલેન્ડના ડો. રીચી પણ હતા. આજથી ૧પ વર્ષ પહેલાં ડોલી ઘેટાનું ક્લોનિંગ કર્યા બાદ ડો. રીચીએ સ્કોટીશ જંગલી બિલાડીઓનું ક્લોનિંગ કરવાનો પ્રોજેક્ટ પણ હાથે ધર્યો હતો. ડો. રીચી ભારતમાં પહેલીવાર કોઈ પ્રોજેક્ટમાં આટલો અંગત રસ લઇ રહ્યા છે.

શું છે પ્રોજેક્ટ?

સરકારે ૧૯ લાખ રૂપિયાનું ભંડોળ પૂરું પાડી દીધું છે અને સક્કરબાગ અથવા બીજી કોઈ અનુકૂળ જગ્યાએ એક હાઈ ટેક લેબોરેટરી સ્થાપવામાં આવશે. આ લેબોરેટરીમાં ચિત્તામાં કૃત્રિમ ગર્ભધારણ કેવી રીતે કરવું અથવા દીપડીની કૂખે ચિત્તાનો ગર્ભ ધારણ થઇ શકે છે કે કેમ તે વિષેના પ્રયોગો થશે. આ પ્રયોગોમાં ડબ્લ્યુઆઈઆઈના નિષ્ણાતો, વન વિભાગના અધિકારીઓ અને આખા પ્રોજેક્ટમાં ડો. રીચી ચીફ ઇન્વેસ્ટીગેટર રહેશે.

પ્રદીપ ખન્ના (મુખ્ય વન સંરક્ષક, ગુજરાત રાજ્ય વન વિભાગ)

ચિત્તો એ ખૂબ જ શરમાળ પ્રાણી છે. વિશ્વમાં ઝૂની અંદર બચ્ચાને જન્મ આપવાના બનાવો ઘણા ઓછા છે. ચિત્તાના સંખ્યા વધારવાનો અમારા પ્રયાસ છે. આથી વિશ્વના સૌથી ખ્યાતનામ નિષ્ણાતની મદદ લીધી છે. આ માટે અમને સરકાર તરફથી પૂર્ણ સહાય મળશે.

શું ચિત્તાનું ક્લોનિંગ થશે?

ડોલી ધ શીપમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડો. બીલ રીચી ક્લોનિંગના નિષ્ણાત છે. હાલમાં થયેલી બેઠકો અને સક્કરબાગ ખાતે તેમની મુલાકાત ચિત્તાના ક્લોનિંગ તરફ ઈશારો કરી રહી છે. ડો. રીચીએ જંગલી બિલાડીઓના ક્લોનિંગનો પ્રોજેક્ટ પણ હાથ ધરેલ છે.

ગુજરાતમાં ચિત્તા

માર્ચ ૨૦૦૯ - આફ્રિકન ચિત્તાની બે જોડી સિંગાપોર ઝૂ ખાતેથી લાવવામાં આવી

ફેબ્રુઆરી ૨૦૧૦-ચારમાંથી એક ચિત્તો બીમાર થયો

સપ્ટેમ્બર ૨૦૧૧ - બીમાર ચિત્તાનું મરણ થયું

No comments:

Previous Posts