Monday, May 28, 2012

Leopard killed child

28-05-2012
Leopard killed child
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2799-3332034.html


અંધારામાં આવેલા દીપડાએ 6 મહિનાના બાળકને ઉઠાવી ફાડી ખાધો

- અમરેલી જિલ્લાના ખાંભાના હનુમાનપરા ગામે સીમમાં બનેલી ઘટના
- ગામની સીમમાંથી બાળકના શરીરના અવશેષો મળ્યા


અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માસુમ બાળકોને દીપડા ઉઠાવી જતા હોવાના કે હુમલો કરતા હોવાના બનાવો વધ્યા છે. ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાબેના હનુમાનપરા ગામની સીમમાંથી દીપડાએ બાળકને ઉઠાવી જઇ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ, હનુમાનપુરા ગામની સીમમાં વાડીમા રહી ખેતમજુરી કામ કરતા બાવભાઇ શામજીભાઇ દેવીપૂજક તેના પરિવાર સાથે સુતા હતા. એક વાગ્યાના અરસામાં અંધારામાંથી ધસી આવેલા માનવભક્ષી દીપડો બાવભાઇના છ મહિનાના પુત્ર રાહુલને નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી ગયો હતો. મોડી રાતે પુત્ર બાજુમાં નહીં દેખાતા પરિવારજનો બેબાકળા બની ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. ત્યારે આજે સવારે ગામની સીમમાંથી બાળકના શરીરના અવશેષો મળી આવતા દેવીપૂજક પરિવાર હતપ્રભ બની ગયો હતો. બનાવની જાણ થતા વન વિભાગની ટુકડી દોડી આવી છે અને માનવભક્ષી દીપડાને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

No comments:

Previous Posts