21-05-2012
Lion lovers taught a lesson to teaserDivya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-liliya-seeing-couple-3295179.html?OF1=
સિંહ યુગલનો કાંકરીચાળો કરનારને સિંહ પ્રેમીઓએ સબક શીખવ્યો
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં ગઇકાલે એક સિંહ યુગલ પોતાની મસ્તીમાં રત હતું ત્યારે સિંહ દર્શન માટે એકઠા થઇ ગયેલા લોકો પૈકી ભાવનગર પાસીંગની બોલેરો ગાડીમાં બેઠેલા ટીખળી તત્વોએ ગાડી લઇ સિંહ પર ધસી જતા સ્થાનિક સિંહ પ્રેમીઓ ઉશ્કેરાયા હતા અને તેમણે એકઠા થઇ આ ટીખળી તત્વોને સારી પેઠે મેથીપાક પણ ચખાડ્યો હતો.
ક્રાંકચ વિસ્તારમાં વસતા સાવજોને આ વિસ્તારના લોકો પ્રેમ કરે છે. બલકે વનવિભાગ કરતા પણ સાવજની સુરક્ષાનુ ધ્યાન અહીના સ્થાનિક લોકો રાખે છે. ક્રાંકચના લોકો દ્વારા તો સાવજ માટે પીવાના પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. અને ગામલોકો જ સવાર સાંજ તેમાં પાણી ભરે છે.
ટીખળી તત્વો સિંહ જોવા માટે આવે તો ગામ લોકો ભગાડી પણ મુકે છે. ગઇકાલે ક્રાંકચની સીમમાં આવી જ રીતે સિંહ દર્શન માટે અનેક લોકો એકઠા થઇ ગયા હતા. અહી સિંહ યુગલ તેની મસ્તીમાં બેઠુ હતુ. ત્યારે ભાવનગર પાસીંગની બોલેરો લઇ આવેલા કેટલાક શખ્સો પોતાની ગાડી લઇ છેક સાવજ સુધી ધસી ગયા હતા. જેને પગલે સાવજોએ ભાગવુ પડ્યુ હતું.
No comments:
Post a Comment