23-05-2012
Leopard attacks sleeping man at Rameshwar village near Una
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leapad-attack-on-old-man-3306090.html
ઊનાના રામેશ્વર ગામે નિદ્રાધીન પ્રૌઢ પર દીપડાનો હુમલો
- વધતા જતાં હિંસક પ્રાણીઓના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ
ઊનાનાં રામેશ્વર ગામે નિદ્રાધિન પ્રૌઢ પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવારમાં ખસેડાયા છે. આ અંગેની મળતી વિગત મુજબ તાલુકાનાં રામેશ્વર ગામની સીમમાં માલાભાઈ નાનજીભાઈ બાંભણીયા (ઉ.વ.૫૫)નામના પ્રૌઢ ગત રાત્રિનાં પોતાની વાડીએ ખેતી કામ કરી ત્યાં આવેલી મકાનની ઓશરીમાં ખાટલા પર ભરનિદ્રામાં પોઢી ગયા હતા.
ત્યારે અચાનક દીપડાએ વાડીમાં આવી ચઢી ઓશરીમાં પ્રવેશી માલાભાઈ પર હુમલો કરી દેતાં તેમને ખંભાના અને પાછળ પીઠનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં ઊના સરકારી દવાખાને સારવારમાં ખસેડાયા હતા. આ વન્યપ્રાણીનાં હુમલાનાં બનાવથી ખેડૂતોમાં ગભરાટની લાગણી છવાઈ હતી.
અત્રે નોંધનીય બની રહેશે કે, તાલુકાનાં ગામડા અને સીમ વિસ્તારોમાં વન્યપ્રાણીઓનાં માનવ પર હુમલાનાં બનાવો વધી રહ્યા હોય ખેડૂતો પોતાના ઉભા પાકને જંગલી જનાવરોથી રક્ષણ આપવા વાડીએ જવામાં પણ ડર અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ હિંસક પ્રાણીઓને પાંજરે પુરવા તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

No comments:
Post a Comment