Saturday, May 26, 2012

Gir will be monitored online live at Gandhinagar; Gujarat will be equipped with GIS PDA instruments in 6 months; Walkie – talkie to be past

26-05-2012
Gir will be monitored online live at Gandhinagar; Gujarat will be equipped with GIS PDA instruments in 6 months; Walkie – talkie to be past
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-tourist-happy-news-gir-online-live-3321264.html?OF1=

ટુરિસ્ટ્સ માટે ખુશીના સમાચાર: ગીરને હવે live જોઈ શકાશે


- જીઆઇએસ સિસ્ટમથી આગામી છ માસમાં વનકર્મચારીઓ પીડીએ ઈન્સ્ટ્રુમેન્ટથી સજ્જ બનશે

- ગીરમાં વન્ય પ્રાણીનું સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, ફરજ સભાનતા હવે ગાંધીનગર સુધી દેખાશે


પ્રવર્તમાન ઇન્ટરનેટ યુગમાં સરકારી, અર્ધ સરકારી અને ર્કોપોરેટ કલ્ચરમાં સંદેશા વ્યવહારની આધુનિક પધ્ધતિઓ અપનાવાઇ રહી છે ત્યારે ગીરના વિશાળ જંગલવિસ્તારમાં પણ આગામી છ માસમાં ઓનલાઇન લાઇવ સીસ્ટમ અમલમાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે.

રાજ્યના વન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઈન્ફોમ સીસ્ટમ કાર્યરત થયા બાદ સાવજોના પ્રદેશ એવા સોરઠ અને અમરેલી જિલ્લામાં પણ આ સીસ્ટમ માટે તૈયારીઓ અર્થે પહેલા સાસણ ખાણે અને હાલ ધારીમાં વનવિભાગના કર્મીઓને પીડીએ ઈન્સ્ટુમેન્ટ અંગે તાલીમ અપાઈ રહી છે.

સાવજોના પ્રદેશ એવા સોરઠના સાસણ તેમજ અમરેલી જિલ્લાનાં જંગલોમાં વન્ય પ્રાણીઓની સંભાળ, ગતિવિધી સહિત બાબતોમાં સંદેશાવ્યવહારનાં એકમાત્ર સાધન એવા વોકીટોકી અને મોબાઇલ સંપર્ક ઘણી વખત મુશ્કેલીરૂપ બન્યો છે. જોકે, રાજ્યના વનવિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જંગલ પછી સોરઠ અને અમરેલી જિલ્લાનાં ગાઢ જંગલોમાં અત્યંત આધુનિક પીડીએ ઈન્સ્ટુમેન્ટથી બાજ નજર રહે તેવા પ્રયાસો શરૂ થયા છે.

આગામી છ માસમાં ગીર જંગલમાં આ પ્રકારનાં ઇન્સ્ટુમેન્ટ અધિકારીઓ અને કર્મીઓને આપવામાં આવશે જેથી ઇન્સ્ટુમેન્ટની મદદથી ઓનલાઇન ગતિવિધી ગીરથી ગાંધીનગર સુધી જોઇ શકાશે સાથોસાથ સાવજ સહિત વન્ય પ્રાણીઓનું સંરક્ષણ, સંવર્ધન, ગેરકાયદેસર લાયન શો કે અન્ય પ્રવૃતિ અને કર્મીઓની ફરજ સભાનતા હવે તીસરી આંખ કામ કરનાર છે.

જોકે, દક્ષિણ ગુજરાતમાં આ સીસ્ટમ મુજબ તમામ કર્મીઓ આ ઈન્સ્ટુમેન્ટથી સજ્જ બન્યા છે. પરંતુ સોરઠ અને અમરેલી જિલ્લાનાં જંગલોમાં કવરેજની સમસ્યા મોબાઇલમાં પણ ખાસ રહી છે ત્યારે અહીંના જંગલમાં આ સીસ્ટમ અમલમાં આવે તો તે માટેની રેન્જના ઇન્સ્ટુમેન્ટ પણ એ ફ્રીક્વન્સીના હોય તેવા પ્રયાસો વનવિભાગ દ્વારા થઇ રહ્યા છે.

વનકચેરી હવે કાગળનો બગાડ ઓછો થશે

જીઆઇએસના આ ઈસ્ન્ટુમેન્ટથી બીડગાર્ડથી માંડીને અધિકારીઓનું કામ મોટેભાગે ઓનલાઇનથી જ કામગીરી સંભાળશે જેથી પેપરલેસ વર્ક પણ હવે વનકચેરીમાં જોવા મળશે. એટલુ જ નહી ધારો કે, ગીરના કે અમરેલીના જંગલમાં કોઈ અલભ્ય પ્રાણી દેખાયુ તો ફરજ પરનો બીડગાર્ડ તુરંત જ આ ઈન્સ્ટુમેન્ટથી ફોટો પાડી તુરંત જ સંબંધીત અધિકારીને એટેચ કરશે. જેથી પ્રાણી સંશોધનને પણ વેગ મળનાર છે.

વોકીટોકી હવે ભૂતકાળ બની જશે

વૃક્ષ કટીંગ, પ્રાણીઓનો શિકાર કે અન્ય ગુનાહિત પ્રવૃતિમાં ફરજ પરના વનકર્મીએ માત્ર વોકીટોકી મારફત મેસેજ આપ્યો હોય તે જ નોંધાતુ પરંતુ જંગલમાં આ લાઇવ સીસ્ટમ હવે કાયદાકીય પુરાવામાં મદદરૂપ થઇ શકશે. આ જ રીતે સિંહ સહિત વન્યપ્રાણીઓ સાથે અચાનક બીમારીના સંજોગો ઉભા થાય તો સ્થળ પર જ સારવાર થઈ શકશે. બીજી બાજુ જોઈએ આ ઈન્સ્ટુમેન્ટ બીટગાર્ડથી માંડીને વનવિભાગના અધિકારીઓને અપાશે જેથી વર્ષો પછી ગીરના આ જંગલમાં પણ વોકીટોકી ભૂતકાળ બની જશે તે ચોક્કસ છે.

ખાસ તાલીમ અપાઈ

અમરેલી ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ધારીમાં આ અંતર્ગત ખાસ ટ્રેનિંગ યોજવામાં આવી છે. ગાંધીનગર વન વિભાગનાં આઇટી ડીએફઓ મુકેશકુમાર હાલ ધારી આવ્યા છે અને આ રેન્જનાં અધિકારીથી માંડીને બીડગાર્ડ સુધીના કર્મીઓને તાલીમ અપાઇ છે.

No comments:

Previous Posts