Wednesday, May 23, 2012

Leopard rounding two round around cage

23-05-2012
Leopard rounding two round around cage
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-leopard-rounding-two-round-around-cage-3304782.html?OF5=

દીપડાએ પાંજરા ફરતે બે ચક્કર માર્યા
દીપડાએ પાંજરા ફરતે બે ચક્કર માર્યા
સોમવારે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ચાર મરઘાનો શિકાર કર્યો હતો
દીપડો નજીક આવ્યો પણ પાંજરામાં પૂરાયો નહીં
રહેણાંક અને ખેતરાડી વિસ્તારમાં જોવા મળતાં દીપડાને લઇ ગામમાં ભયનો માહોલ


મહુવા તાલુકાના બુટવાડા ગામે આંબાવાડી ફળિયામાં ઘૂસી દીપડો ચાર મરઘાનો શિકાર કર્યા બાદ દીપડાને ઝબ્બે કરવા વનવિભાગ દ્વારા ઘરની પાછળ પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ વનવિભાગનો સ્ટાફ અને ગ્રામજનો રાત્રિ દરમિયાન વોચ ગોઠવતાં જોયું કે દીપડો પાંજરાની ફરતે બે રાઉન્ડ માર્યા બાદ બિન્દાસ્ત પણે ફળિયામાં લટાર મારી શેરડીના ખેતરમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા દશ દિવસથી રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં દેખાઈ રહેલ દીપડાના પરિણામે ગ્રામજનોએ હાલ ખેતમજુરીએ જવાનું પણ ટાળ્યું છે.

બુટવાડા ગામે સોમવારે આંબાવાડી ફળિયામાં રહેતા અરવિંદભાઈ એસ. હળપતિના ઘરની બાજુમાં કોઢારમાં મુકેલ ૮ મરઘામાંથી ૪ મરઘાને દીપડો ઉઠાવી જતાં ગ્રામજનમાં ભયનો માહોલ છવાઈ ગય છે. આ અંગે મહુવા વનવિભાગને જાણ કરતાં વનવિભાગ દ્વારા અરવિંદભાઈના ઘરની પાછળ આવેલ જગ્યામાં પાંજરુ ગોઠવી દીપડાને ઝબ્બે કરી ગ્રામજનોને ભયમુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન રાત્રિ વેળાએ ફળિયાના રહીશો અને ઉપસરપંચ મોહનભાઈ રાઠોડે વોચ ગોઠવી હતી. રાત્રિના ૨.૩૦થી ૩.૦૦ વાગ્યાના અરસામાં એક કદાવર અંદાજિત ૪થી ૫ ફૂટનો દીપડો નજીકના શેરડીના ખેતરમાંથી નીકળી પાંજરાની ફરતે બે રાઉન્ડ માર્યા હતા. ત્યારબાદ સીધો ફળિયામાં લટાર મારવા જતો રહ્યો હતો. જ્યાંથી મરઘા ઉઠાવ્યા હતાં અને દીપડો શેરડીના ખેતરમાં જતો રહ્યો હતો. કદાવર દીપડાને જોઈ ગ્રામજનો ભયભીત બની ગયા હતાં. વનવિભાગ યોગ્ય આયોજન કરી દીપડાને વહેલી તકે ઝબ્બે કરે માગ ઉઠી છે.

કામે જવાનું બંધ કરી દીધું


છેલ્લા ૧૧ દિવસથી દિવસ અને રાત્રિ દરમિયાન ખેતરાળ વિસ્તારમાં દેખાતા રહેલા દીપડાના પરિણામે મજુરોએ ખેતમજુરી કામે જવાનું બંધ કરી દીધુ છે. પરિણામે આ મજુરો હાલ ભૂખે મરવાનો વારો આવ્યો છે. ત્યાર વનવિભાગ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી દીપડાને ત્વરિત પાંજરે પુરે એ જરૂરી છે.
અનિલભાઇ પટેલ, સ્થાનિક રહીશ, બૂટવાડા

No comments:

Previous Posts