Monday, May 14, 2012

Four lacs tourists visit Gir last year

14-05-2012
Four lacs tourists visit Gir last year
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-4-lakhs-turist-visit-gir-last-year-3262315.html?OF12=

ગીરમાં ગત સાલ ૪ લાખ પ્રવાસી આવ્યા
- મુકતપણે વહિરતા સાવજોને નિહાળવા પર્યટકોની ભીડ: વનતંત્રને ૪ કરોડની ધીંગી આવક

ગીરમાં વહિરતા એશિયાટીક સાવજોને જોવા દેશ-વિદેશનાં પ્રવાસીઓમાં સિંહદર્શનનું આકર્ષણ વધવા લાગ્યું હોય ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિતેલા નાણાકીય વર્ષ ૨૦૧૧/૧૨નાં અંત સુધીમાં ગીરમાં સિંહદર્શન માટે ચાર લાખ જેટલા પ્રવાસીઓ જંગલની મુલાકાત કરી સિંહદર્શન કર્યા હોવાની વન વિભાગમાં નોંધ થઇ છે અને પ્રવાસીઓનાં અવિરત પ્રવાહથી વન વિભાગને અધધ... ચાર કરોડથી વધુ રકમની આવક થવા પામતા તિજોરી છલકાઇ ગઇ છે.ભારતભરનાં જંગલોમાં માત્ર 'ગીર'નાં જંગલમાં કુદરતનાં ખોળે મુકત મને વહિરતા એશિયાઇ 'સિંહો' ને જોવા આવવા દેશ-વિદેશનાં પ્રવાસીઓ ઉત્સુક બનવા લાગ્યા છે.

ગીરનાં જંગલ વિશે અને તેમાં વસતા સિંહસહિતનાં વન્યજીવોની માહિતી અને વન્યસૃષ્ટિની વિગતો છેલ્લા બે વર્ષથી લોકો સુધી પહોંચવા લાગતા ગીર જંગલની મુલાકાત અને સિંહદર્શન કરવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગીરમાં આવવા લાગ્યા છે. વિતેલા નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨નાં અંત સુધીમાં સિંહદર્શન કરવા ૧૦ હજાર વિદેશી પ્રવાસીઓ અને પોણાચાર લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ ગીરમાં આવ્યા હોવાનું નોંધાયુ છે.

પ્રવાસીઓ પાસેથી દેવળીયા સફારી પાર્ક અને સેન્ચુરી નેશનલ પાર્કમાં જંગલ વિઝિટ માટે લેવામાં આવતી ફી ની રકમથી વન વિભાગને ચાર કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે. ગીરમાં આવતા પ્રવાસીઓનો ધસારો હાલ વેકેશનનાં પિરિયડમાં વધુ જોવા મળી રહ્યો છે. સાસણ-ભાલછેલ-હરીપુર-ચિત્રોડ-ભોજદે સહિત ગીર જંગલની આસપાસ પથરાયેલ હોટલો-ફાર્મ હાઉસો-રીસોર્ટ હાલ હાઉસફુલ છે. ગીર સેન્ચુરી નેશનલ પાર્કનાં આરએફઓ ડોડીયાનાં જણાવ્યા અનુસાર સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓને સિંહજોવા મળી જાય છે જેથી પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે.

- વન્ય સૃષ્ટિ 'અદ્ભુત' પણ વ્યવસ્થા ખૂટે છે

સાસણ સિંહદર્શન કરવા અવાર-નવાર આવતા વડોદરાનાં યુવા ગૃપ પૈકીનાં હરીશભાઇએ જણાવેલ કે ગીર જંગલની વન્યસૃષ્ટિ અદ્ભુત છે. અહીં આવવાનું વારંવાર મન થાય છે. પરંતુ સ્થાનિક લેવલે સસ્તા ભાડાની હોટલો અને ખાન-પાનની યોગ્ય વ્યવસ્થા પ્રવાસીઓ માટે ખૂટે છે.

- રોજનાં ૧૬૦૦ પ્રવાસી - પ્રતિ પ્રવાસી દીઠ '૧૧૦' ની આવક

ગીરનું જંગલ વર્ષમાં ચાર માસ ૧૫ જૂનથી ૧૫ ઓકટો. સુધી સાવજોનાં વેકેશનનાં લીધે પ્રવાસીઓ માટે બંધ હોય છે. વર્ષનાં આઠ માસનાં ૨૪૦ દિવસમાં વિતેલા વર્ષમાં રોજનાં સરેરાશ ૧૬૦૦ પ્રવાસીઓ ગીરમાં આવ્યા અને પ્રતિ પ્રવાસી દીઠ જંગલ વિઝિટ ફી રૂપે વન વિભાગને ૧૧૦ રૂપિયા મળ્યા. વર્ષ ૨૦૧૧/૧૨ માં નોંધાયેલ પ્રવાસીઓની સંખ્યા આગલા વર્ષની તુલનાંમાં ૩૦ ટકા વધુ હોવાનું જોવા મળ્યું છે.

- સાસણ વન્યપ્રાણી વિભાગની મહેનતથી સફળતા

ગીર જંગલની મુલાકાત માટે ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનેલા અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની ડોકયુમેન્ટ્રી સાથે સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ સંદિપકુમારની પ્રવાસીઓને જંગલ અને વન્યસૃષ્ટિ તરફ આકર્ષવાની દુરંદેશી મહત્વની બની. વિદેશોનાં પ્રવાસો કરી અનુભવ મેળવનારા ડીએફઓ સંદીપકુમારે ગીર જંગલની વન્યસૃષ્ટિનાં પશુ-પક્ષીઓ અને સાવજોની અલગ-અલગ અદા અને તેમની જીવનશૈલી અંગેનાં ફોટોગ્રાફ્સ અને જાણકારી સમયાંતરે પ્રસાર માધ્યમો સુધી પહોંચાડી લોકોની ગીર જંગલ તરફ રૂચી વધે તેવા પ્રયાસોમાં ઉચ્ચ અધિકારી સી.સી.એફ.આર.એલ. મીના તરફથી મળતુ માર્ગદર્શન અને સહકાર સાથે સાસણ વન્યપ્રાણી વિભાગનાં અધિકારીઓ અને સિંહસદન સહકાર સાથે સાસણ વન્યપ્રાણી વિભાગનાં અધિકારીઓ અને સિંહસદન ગેસ્ટ હાઉસનાં સ્ટાફનો તાલમેલ અને પ્રવાસીઓ પ્રત્યેનો આતિથ્ય ભાવ પ્રવાસીઓની સંખ્યા વધારવા પાછળ મહત્વનો હિસ્સો છે.

No comments:

Previous Posts