Friday, December 16, 2011

Leopard enters house and attacks girl at Bharad village near Dhari in Gir East


16-12-2011
Leopard enters house and attacks girl at Bharad village near Dhari in Gir East
Bhaskar News, Dhari
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-ib-girl-to-forcely-entered-in-house-near-dhari-2642572.html?OF8=


ધારી નજીક ઘરમાં ઘૂસી દીપડાનો કિશોરી પર હુમલો
- હાલતમાં કિશોરીને સારવારમાં ખસેડાઇ


ગીર કાંઠાના ધારી તાલુકામાં વસતા દીપડાઓ અવાર નવાર માણસ પર હુમલો કરે છે. દીપડાની વધતી જતી વસતીના પગલે આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જ જાય છે. ધારી તાલુકાના ભરડ ગામમાં ગઇરાત્રે ઘરમાં ઘુસી દીપડાએ એક કિશોરીને ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ છે.

દીપડા દ્વારા હુમલાની આ ઘટના ધારી તાલુકાના ભરડ ગામે બની હતી. અહિંના જીતુભાઇ બોરીચાના ઘરમાં ગઇરાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે એક દીપડો ધસી આવ્યો હતો. ઘરની અંદર તેમની ૧૩ વર્ષની પુત્રી મેના સુતી હોય દીપડાએ સીધો જ તેના પર હુમલો કરી દીધો હતો. દીપડાએ મેનાને મોઢા અને પેટના ભાગે દાંત ઘુસાડી દઇ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. જો કે આ કિશોરીએ દેકારો કરી મુકતા આજુબાજુના રૂમમાંથી પરિવારજનો દોડી આવ્યા હતા. જેથી દીપડો કિશોરીને પડતી મુકી નાસી છુટ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલી કિશોરીને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરવામાં આવી હતી. ઘટનાની જાણ ગીર પૂર્વના ડીએફઓ મનશિ્ર્વર રાજાને થતા તેમને તાબડતોબ સ્ટાફને ધારી દવાખાને દોડાવ્યો હતો. ભરડની સીમમાં અનેક દીપડાઓ વસી રહ્યા છે. અગાઉ પણ ભરડમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી.

દીપડાને પાંજરે પુરવા માંગ -

ભરડના ગામજનોએ માણસનું લોહી ચાખી ગયેલા આ દીપડાને તાકીદે પાંજરે પુરવા માંગ ઉઠાવી છે. આ દીપડો વધુ કોઇ માણસ પર હુમલો કરી જોખમ ઉભુ કરે તે પહેલા તેને ઝડપી લઇ જંગલમાં છોડી મુકવા માંગ ઉઠી છે. વનતંત્રએ અહિં દીપડાને પકડવા પાંજરૂ પણ મુકયુ છે.

No comments:

Previous Posts