Wednesday, December 14, 2011

ગીરમાં ત્રણ ગાયોનું મારણ કરતા સાવજ

14-12-2011
ગીરમાં ત્રણ ગાયોનું મારણ કરતા સાવજ
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-hunting-three-cows-in-gir-2638357.html

- માળીયાના બાબરા (ગીર)માં ત્રણ ગાયનું મારણ કરતા સાવજ

માળીયા હાટીના તાલુકાના બાબરા (ગીર) ધરમપુર ગામની સીમમાં ચાર સિંહોના ટોળાએ કાળાભાઈ રાજશીભાઈ વાળાની ગાયને ફાડી ખાઈ નિરાંતે મારણની મજિબાની માણી હતી અને ગતરાત્રીના બાબરા ગામમાંજ દસ સિંહોના ટોળાએ બે ગાયોને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

એક જ દિવસમાં ત્રણ ગાયનો વનરાજાઓએ શિકાર કરતા લોકોમાં ગભરાટ છવાઈ જવા પામ્યો છે. ખેડૂતો ખેતરમાં જતાં પણ ડરી રહ્યાં છે. આ ઉપરાંત દીપડો, દીપડી અને બે બચ્ચાનાં પણ આંટાફેરાથી લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ ઉપરાંત જંગલ બોર્ડરનાં કાત્રાસા, ધરમપુર, પાણકવા, કડાયા, અમરાપુર, જલંધર, દેવગામ, વીરડી સહિતનાં ગામોમાં પણ દરરોજ સાવજોનાં આંટાફેરાથી ભય વ્યાપ્યો છે. આ વન્ય પ્રાણીઓને જંગલમાં ખદેડવા અને પાંજરે પૂરવા વનવિભાગ સત્વરે પગલા ભરે તેવી કાળાભાઈ વાળાએ ઉગ્ર માંગણી કરી છે.

સાંગોદ્રામાં દીપડાએ બે પાડીનાં શિકાર કર્યા -

તાલાલા સાંગોદ્રા (ગીર) ગામમાં મધરાત્રે રોડ કાંઠે રહેતા મોમીન ખેડૂત અજીતભાઇ દોસમામદ કોટડીયાનાં બંધ ડેલાની વંડી ઠેકી દીપડો ડેલામાં ઘુસેલ અને ફળીયામાં બાંધેલ બે પાડી ઉપર હુમલો કરી બંનેને મારી નાંખી મારણની મજિબાની માણતો હતો ત્યારે માલઢોરનાં ભાંભરવાનાં અવાજથી પરિવાર જાગી જતા દીપડાનું હિંસક સ્વરૂપ જોઇ ભયભીત બની ગયા હતાં. સવાર પડતા દીપડો વંડી ઠેકી ગામમાંથી જંગલ તરફ ભાગી ગયો હતો. તાલાલા રેન્જ ઓફિસને જાણ કરતા આરએફઓ કુરેશી સ્ટાફ સાથે દોડી ગયા હતાં અને દીપડાનાં ફૂટમાર્ક ઉપરથી સગડ મેળવી પાંજરૂ ગોઠવી તેને પકડવા કવાયત હાથ

No comments:

Previous Posts