Thursday, December 15, 2011

વાઘણે ઝૂમાં માતા વાઘણને ગળુ દબાવીને મારી નાખી

15-12-2011
વાઘણે ઝૂમાં માતા વાઘણને ગળુ દબાવીને મારી નાખી
Bhaskar News, Rajkot
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-tigress-and-her-daughter-fight-in-rajkots-zoo-and-tigress-dies-2640844.html?OF2=

- માતા-પુત્રી વચ્ચે અડધો કલાક 'ઇન ફાઇટ' ચાલી અને અંતે 'સિધ્ધિ'નું મોત

- વાઘણે ઝૂમાં માતા વાઘણને ગળુ દબાવીને મારી નાખી


રાજકોટના પ્રધ્યુમનપાર્ક ઝૂમાં ગત મોડી સાંજે વાઘણ માતા-પુત્રી વચ્ચે અડધો કલાક સુધી આંતરિક ધમાસાણ ચાલ્યા બાદ પુત્રી ભૂમિએ માતા સિધ્ધિનું ગળુ મોઢામાં લઇ દબાવી દેતા તેનું મોત થયું હતું. વાઘણ ભૂમિ એ હદે સિધ્ધિ ઉપર હાવી થઇ ગઇ હતી કે, સિધ્ધિના ગળાનું અને કરોડરજ્જુના હાડકા ત્યાં જ ખોખરા થઇ ગયા હતા અને તરફડિયા મારતી ત્યાં જ ઢળી પડી હતી.

આ ઘટના અંગે આજે ઝૂના સુપ્રિ. ડૉ. હીરપરાએ જણાવ્યું હતુ કે, ગઇકાલે મોડી સાંજે વાઘણ સિધ્ધિ તથા ભુમિ વચ્ચે આંતરિક ડખ્ખો થયો હતો. બન્ને સામસામે આવી ગઇ હતી. થોડી વાર સુધી ઘુરકિયા કર્યા બાદ ધમાસાણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. લગભગ અડધો કલાક સુધી બન્ને એકબીજાના લોહીના તરસ્યા થયા હતા.

ક્યારેક સિધ્ધિ ભૂમિને પછાડી દેતી તો ક્યારેક ભૂમિ સિધ્ધિ, લાંબો સમય સુધી આ ઇનફાઇટ ચાલ્યા બાદ અંતે ભૂમિ સિધ્ધિ ઉપર હાવી થઇ ગઇ હતી અને એક છલાંગ લગાવીને ભૂમિએ સિધ્ધિનું ગળું મોઢામાં દબાવી દીધું હતું. ગળું મોઢામાં લઇને આમથી તેમ ફંગોળી દેતા સિધ્ધિના ગળાનું કરોડરજજુ ભાંગી ગયુ હતુ અને સિધ્ધિ ત્યાં જ તરફડિયા મારતી મોતની ગોદમાં ઢળી પડી હતી.

મૃતક સિધ્ધિનો જન્મ આજી ઝૂ ખાતે તા. ૧૪-૩-૧૯૯૯ના રોજ થયો હતો. એ પછી ૨૦૦૨માં તેને બરોડા ઝૂ ખાતે બ્રિડીંગ માટે મોકલવામાં આવી હતી. બરોડામાં તેણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. ૨૦૧૦માં સિધ્ધિને તેની પુત્રી ભૂમિ સાથે પરત લાવવામાં આવી હતી. એ પછી તા. ૪-૪-૨૦૧૦માં સિધ્ધિએ અન્ય એક બચ્ચુ 'ધરા'ને જન્મ આપ્યો હતો.

No comments:

Previous Posts