Tuesday, December 06, 2011

A leopard cub dies of Cow heard stamped at Malsika village near Dhari in Gir East

06-12-2011
A leopard cub dies of Cow heard stamped at Malsika village near Dhari in Gir East
Bhaskar News, Amreli
http://www.divyabhaskar.co.in/article/SAU-female-leopards-baby-crushed-under-cows-leg-in-dhari-2617104.html?OF4=

ધારીમાં ગાયના પગતળે દીપડીનું બચ્ચું કચડાયું

- બે બચ્ચા સાથે દીપડીને જોઇ ગાયનું ધણ ભડકીને ભાગ્યુ હતું


ગીર પંથકમાં જવલ્લે જ બનતી એક ઘટનામાં ધારી તાલુકાના માલસીકા ગામની ઘટનામાં એક દિપડી બે બચ્ચા સાથે રખડતી હતી ત્યારે ગાયોનું ધણ ભડકીને ભાગ્યુ હતું. અને ગાયનો પગ તળે કચડાઇ જવાથી દિપડીના એક બચ્ચાનું મોત થયુ હતું.

આ ઘટના ધારી તાલુકાના માલસીકા ગામની સીમમાં બની હતી. અહિં રેઢીયાર ગાયોનું એક ધણ સીમમાં રખડતુ હતુ તે સમયે એક દિપડી તેના બે બચ્ચા સાથે નીકળી હતી. દિપડી હુમલો કરશે તેવા ભયે ગાયો ભડકી હતી અને તેના ધણે આમથી તેમ દોડાદોડી કરી મુકીહતી.

ગાયોની આ દોડાદોડી દરમીયાન દિપડીનું એક બચ્ચુ તેના પગ નીચે કચડાઇ ગયુ હતું. એટલુ જ નહી ગાયોના ધણે તેને શીંગડુ મારીને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધુ હતું. દિપડાના આ બચ્ચાના મોત બાદ બપોરે કોઇનું ધ્યાન જતા જંગલખાતાને જાણ કરવામાં આવી હતી.

વનતંત્રના સબ ડીએફઓ જે.કે. ધામી, વેટરનરી ડૉ. હિતેષ વામજા તથા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દિપડીના બચ્ચાનો મૃતદેહ કબજે લઇ તેના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં દિપડાની વસતી ઘણી વધારે છે બલ્કે દિપડાની વસતી સતત વધતી જાય છે.

સામાન્ય રીતે પ્રકૃતિના નિયમમાં આવી ઘટના ભાગ્યે જ બને છે. ઘટનાસ્થળેથી વન તંત્રને દિપડી તથા તેના અન્ય એક બચ્ચાના સગડ

No comments:

Previous Posts