Monday, November 21, 2011

ખભરામપરાની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાંને જન્મ

21-11-2011
ખભરામપરાની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાંને જન્મ
Bhaskar News, Savarkundla


લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં સાવરકુંડલા તાલુકાના ખભરામપરા ગામની સીમમાં એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપવાનું બહાર આવતા સિંહ પ્રેમીઓ ખુશખુશાલ છે. ટુંકા ગાળામાં અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં આ રીતે પાંચ સાવજોનો ઉમેરો થયો છે.
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં ચૌત્રા હનુમાન આશ્રમ નજીક એક સિંહણે પંદરથી વીસ દિવસ પહેલા ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો છે. અહીના સિંહ ડુંગર વિસ્તારમાં જામલો સાવજ અને બાવલી સિંહણને ત્યાં આ ત્રણ બચ્ચાનો જન્મ થયો છે. આ સિંહ યુગલ પાછલા ઘણા સમયથી અહી વસવાટ કરે છે. તેના બચ્ચા પંદરથી વીસ દિવસના થઇ ગયાનું કહેવાય છે.
અહી સિંહ દર્શન માટે પણ અવારનવાર લોકોની મોટી ભીડ એકઠી થઇ જાય છે ત્યારે સાવજોની આ આવનારી પેઢી મુકત પ્રાકૃતિક વાતાવરણમાં ફુલેફાલે અને માણસોની હાજરીથી સાવજો વ્યથિત ન બને તે માટે વનતંત્રએ ઉચિત પગલા લેવાની જરૂર છે.
લીલીયાના બવાડીમાં થોડા દિવસ પહેલા બે સિંહ બાળના જન્મ બાદ અભરામપરાની સીમમાં વધુ ત્રણ સિંહ બાળનો ઉમેરો થતા માત્ર એક મહિનાના ટુંકા ગાળામાં અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પાંચ સાવજોનો ઉમેરો થયો છે

1 comment:

priyanka said...

English translation possible?

Previous Posts