Friday, November 25, 2011

ગિરના જંગલ વિસ્તારમાં ૧૫૦ સિંહ બાળનો જન્મ.

25-11-2011
ગિરના જંગલ વિસ્તારમાં ૧૫૦ સિંહ બાળનો જન્મ.
gujaratsamachar.com
http://www.gujaratsamachar.com/20111125/gujarat/ahd1.html

ચોમાસાની ઋતુમાં સિંહોના સંવનન કાળ બાદ મોટા ભાગની પુખ્તવયની સિંહણ ગર્ભવતી બની હતી. અને હાલ એક અંદાજ પ્રમાણે ૧૫૦ જેટલા સિંહ બાળકનો જન્મ થયો છે. સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર તેમજ કમલેશ્વર ડેમ સાઈટ પર પાંચેક સિંહ બાળ જોવા મળ્યા છે.
સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર તથા કમલેશ્વર ડેમ સાઈટ પર ચારથી પાંચ બચ્ચા જોવા મળ્યા

૧૫ જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભથાય છે અને સિંહોનો સંવનન કાળ પણ સમય દરમિયાન હોય છે.એટલા માટે ૧૫ જૂનથી ૧૬ ઓકટોબર દરમિયાન વનરાજોનું વેકેશન શરૃ થાય છે અને તેઓને કોઇ ખલેલ પહોંચે માટે પ્રવાસીઓ માટે જંગલમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ગિર જંગલ વિસ્તારમાં ૧૬૭ જેટલી સિંહણો છે. તેમાંથી ૧૨૦ જેટલી પુખ્ત વયની સિંહણ ગર્ભવતી બની હતી. સિંહણનો ગર્ભાવસ્થાનો સમય ૧૦૦થી ૧૦૫ દિવસના હોય છે. તેમાં હાલ મોટાભાગની સિંહણોએ સિંહ બાળને જન્મ આપતાં હાલ જંગલમાં સિંહ બાળની સંખ્યા અંદાજે ૧૫૦ જેટલી થઇ ગઇ છે. અંગે સાસણના ડી.સી.એફ. ડો. સંદીપકુમારે જણાવ્યું હતું કે સિંહોના સંવનન કાળ બાદ હાલ કમલેશ્વર ડેમ સાઇટ પર પાંચેક બચ્ચાં તેમજ સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર સિંહ બાળ જોવા મળ્યા છે.

સાસણ જંગલ વિસ્તાર ઉપરાંત વિસાવદર, ગિરનાર જંગલ, ઉના, તાલાલા સહિતના વિસ્તારોમાં પણ સિંહબાળનો કિલકિલાટ સંભળાવા લાગ્યો છે. જેથી સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો છે.

પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર સિંહ બાળ જોવા મળ્યા છે. સાસણ જંગલ વિસ્તાર ઉપરાંત વિસાવદર, ગિરનાર જંગલ, ઉના, તાલાલા સહિતના વિસ્તારોમાં પણ સિંહબાળનો કિલકિલાટ સંભળાવા લાગ્યો છે.

No comments:

Previous Posts