20-11-2011
ગળામાં મટનનો કટકો ફસાઇ જતાં સિંહબાળનું મોત
Bhaskar News, Rajkot
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-cake-over-the-lion-deaths-of-trapped-2578133.html?OF4=
દોઢ માસ પહેલાં મસ્તી સિંહણને કૂખે જન્મેલા બચ્ચાંની વિચિત્ર બનાવમાં વિદાય
દોઢ માસ પહેલાં મસ્તી સિંહણને કૂખે જન્મેલા બચ્ચાંની વિચિત્ર બનાવમાં વિદાય
જકોટના પ્રધ્યુમનપાર્ક ઝૂમાં બનેલા એક અજબ અને કરુણ બનાવમાં સિંહબાળનું મોત થયું છે.સિંહનું દોઢ જ માસનું બચ્ચું પાંજરામાં ભોજન લઇ રહ્યું હતું ત્યારે મટનનો કટકો તેના ગળામાં અન્નનળીમાં ફસાઇ જતાં તેના શ્વાસ રૂંધાયો હતો અને તેનું મરણ થયું હતું. ઝૂમાં છ-છ સિંહબાળની ડણકોમાંથી એક ડણક કાયમ માટે શાંત થઇ જતાં ઝૂના સ્ટાફ અને સાવજપ્રેમીઓને ઘેરો આઘાત લાગ્યો છે.
સિંહણ મસ્તીએ તા.૨૭-૯-૨૦૧૧ના રોજ ત્રણ માદા બચ્ચાંને જન્મ આપ્યો હતો. એ પૂર્વે મસ્તીની બહેન મોજે પણ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. ઝૂમાં છએય સિંહ ટાબરિયાના નખરા અને દોડાદોડીથી એક અનોખો માહોલ સજાર્યો હતો ત્યાં આજે તેમાંથી એક સિંહબાળની ડણક કાયમ માટે શાંત પડી ગઇ છે.
આજે થયું એવું કે, સિંહણ મસ્તીના ત્રણેય બચ્ચાંઓ સવારે ગેલ કરતા હતા. હજુ થોડાં દિવસ પહેલાં જ તેને મટન આપવાનું શરૂ કરાયું હતું. આજે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં બચ્ચાંને મટન આપ્યું હતું. મટન ખાધા બાદ થોડી જ ક્ષણોમાં એક બચ્ચંુ તરફડિયા મારીને ત્યાં જ ઢળી પડ્યું હતું.
ખાસો એવો સમય હલનચલન બંધ રહેતા સ્ટાફને શંકા ગઇ હતી અને તબીબને બોલાવીને તપાસવામાં આવતા તે મૃત હાલતમાં હતું. શ્વાસનળીમાં મટનનો ટુકડો ફસાઇ જવાથી મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હોવાનું ઝૂ સુપ્રિ.ડૉ. આર.કે.હિરપરાએ જણાવ્યું હતું.
સિંહબાળના માતા સિંહણ મોડે સુધી બચ્ચાંને વહાલ કરતી ત્યાં જ બેસી રહી હતી. છ સિંહબાળમાંથી હવે પાંચ સિંહબાળ ઝૂમાં રહ્યા છે.
No comments:
Post a Comment