Monday, April 23, 2012

Leopard dies in Train accident near Shapur in Gir W region

20-04-2012
Leopard dies in Train accident near Shapur in Gir W region
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-died-due-to-cut-under-train-3138221.html

ટ્રેનના એન્જિન નીચે આવી ગયો દીપડો, થઇ ગયા કટકે કટકા
- વહેલી સવારે પસાર થતી ટ્રેનની હડફેટે આવી ગયો


આજે વ્હેલી સવારે વેરાવળ તરફ જતી ટ્રેન હેઠળ આવી જતાં દીપડાનું મોત થયું હતું. બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તેનાં મૃતદેહનું પીએમ કર્યું હતું.

જાણવા મળ્યા મુજબ, જૂનાગઢ-વેરાવળ બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર જૂનાગઢથી વેરાવળ તરફ જતી ટ્રેન આજે વહેલી સવારે શાપુરથી નીકળી હતી. તે ઓઝત નદીના પુલ પાસે પહોંચી એ વખતે આસપાસમાં છુપાયેલો એક દીપડો ટ્રેક ક્રોસ કરવા ગયો. પરંતુ તે એન્જીન હેઠળ આવી જતાં તેનાં ત્યાં જ કટકા થઇ ગયા હતા. અને ઘટનાસ્થળે જ દીપડાએ દમ તોડી દીધો હતો.

બનાવ અંગે જોકે, વનવિભાગને મોડેથી ખબર પડી હતી. આ ઘટના શાપુરથી લુશાળા રેલ્વે સ્ટેશનો વચ્ચે વંથલી તાલુકાનાં નાના કાજલીયાળા ગામ નજીક બની હતી. બનાવની જાણ થતાં સામાજીક વનીકરણ વિભાગના એસીએફ ખાન, આરએફઓ ટીલાળા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થળ પર જ તેનું પીએમ કરી તેનાં મૃતદેહનાં નિકાલની વ્યવસ્થા કરી હતી. મૃત દીપડો ૪ વર્ષની વયનો નર હોવાનું વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Previous Posts