Monday, April 02, 2012

Animals on fast in Junagadh zoo

02-04-2012
Animals on fast in Junagadh zoo
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-animals-on-fast-in-junagadh-zoo-3044504.html?HF-5=

વનરાજ સહિતનાં પ્રાણીઓ દર રવિવારે રાખે છે ઉપવાસ!

જૂનાગઢના ઝુમાં સપ્તાહમાં એક દિવસ આ પ્રાણીઓને ખોરાક નહીં


જૂનાગઢ સક્કરબાગ ઝુમાં સિંહ, વાઘ અને દીપડા સહિતનાં માંસાહારી પ્રાણીઓ દર રવિવારે ઉપવાસ કરે છે. હા, માંસનુ ભક્ષણ કરતા આ પ્રાણીઓની પાચન ક્રિયા વ્યવસ્થીત રીતે જળવાઇ રહે અને મેદસ્વી બની ન જાય એ માટે સપ્તાહમાં એક દિવસ આ પ્રાણીઓને ખોરાક આપવામાં આવતો નથી.

સક્કરબાગ ઝુ માં સિંહ, દીપડા સહિતનાં માંસાહારી પ્રાણીઓ સામાન્ય રીતે માંસનું ભક્ષણ કરતા હોય છે. જેમાં આવતા હાડકા અને વાળ તે કાઢી નાંખતા હોય છે. જો કે પાંજરામાં રહેતા આ પ્રાણીઓનું હલન ચલન ચોક્કસ વિસ્તાર પુરતુ મર્યાદિત રહેતુ હોય છે. ત્યારે તેઓને શરીરમાં ખરાબી થઇ જાય તો અરૂચી દેખાડતા હોય છે. ત્યારે આ પ્રાણીઓને સ્વાસ્થ્ય સંબંધી કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને પાચનક્રિયા જળવાઇ રહે એ માટે સપ્તાહમાં એક દિવસ દર રવિવારે તેઓને ખોરાક આપવામાં આવતો ન હોવાનું સુપ્રિટેન્ડન્ટ વી.જે. રાણાએ જણાવ્યુ હતુ.

તેઓએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે પ્રાણીઓનાં વર્તન પરથી કેટલીક બાબતો સમજી શકાતી હોય છે. સપ્તાહમાં એક દિવસ ખોરાક ન આપવા પાછળ આ પ્રાણીઓની આરોગ્ય સંબંધી બાબત છે. જંગલમાં વહિરતા પ્રાણીઓ સતત મુવમેન્ટ કરતા હોય છે. પરંતુ પાંજરામાં રહેલા પ્રાણીઓનું હલન ચલન મર્યાદીત હોય છે.

પાણીમાં ORS પાઉડર

ઝુ. સુપ્રિટેન્ડન્ટ વી.જે. રાણાએ જણાવ્યુ હતુ કે પ્રાણીઓનાં સ્વાસ્થ્યને ધ્યાને રાખીને પ્રાણીઓને પીવડાવવામાં આવતા પાણીમાં ઓ.આર.એસ પણ નાંખવામાં આવે છે. ખાસ કરીને ઊનાળામાં આ બાબત પર વધુ ધ્યાન આવે છે.

No comments:

Previous Posts