Monday, April 23, 2012

Four leopards caught in one night near Veraval

23-04-2012
Four leopards caught in one night near Veraval
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-four-leopard-caught-in-veraval-3152134.html

વેરાવળ પંથકમાંથી એક જ રાતમાં ચાર દીપડા 'કેદ'


રાત્રિ દરમિયાન જ આ ખૂંખાર પ્રાણીઓ પૂરાતા વન વિભાગે હાશકારો અનુભવ્યો


વેરાવળ પંથકમાંથી રાત્રિ દરમિયાન ચાર દીપડા પાંજરામાં કેદ થઇ જતાં વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. ઇણાજની સીમમાં એક સાથે એક દીપડો અને બે દીપડી પાંજરામાં પૂરાય ગયા હતા. જ્યારે વડોદરા ડોડીયાની સીમમાંથી એક દીપડો પાંજરે પૂરાયો હતો.

વેરાવળ-સુત્રાપાડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખુંખાર દીપડાઓએ કાળો કેર વર્તાવી નાના બાળકોને ફાડી ખાતા આ બનાવોથી વન વિભાગ પણ હરક્તમાં આવી ગયું છે અને જુદા-જુદા સ્થળોએ પાંજરા ગોઠવી અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઇણાજ ગામની સીમમાં આવેલા રૂડાભાઇ નાજાભાઇ વાળાનાં બાજરાનાં ખેતરમાં ગોઠવેલા પાંજરામાં ગત રાત્રિનાં ૧૨:૩૦ વાગ્યાની આસપાસ દોઢ વર્ષનો દીપડો, ત્યારબાદ ૨:૩૦ વાગ્યે દોઢ વર્ષની દીપડી અને પરોઢીયે ૫:૧૫ વાગ્યે સાત વર્ષની દીપડી મારણની લાલચે કેદ થઇ ગઇ હતી.

આ સ્થળે બે પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેમાં એક જ પાંજરામાં એક સાથે ત્રણ વન્યપ્રાણીઓ કેદ થઇ જતાં વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત વડોદરા ડોડીયાની સીમમાં પણ શુક્રવારનાં રાત્રિનાં સમયે એક દીપડો પાંજરામાં પૂરાય ગયો હતો. વેરાવળ રેન્જનાં આરએફઓ પી.વી. પડશાળા, ફોરેસ્ટર વિનુભાઇ અપારનાથી સહિતનાં સ્ટાફે કામગીરી બજાવી હતી. આ પ્રાણીઓને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયા હતા.

No comments:

Previous Posts