Monday, April 23, 2012

Leopard attacks two brothers near Hasnapur Dam in Girnar WLS

23-04-2012
Leopard attacks two brothers near Hasnapur Dam in Girnar WLS
Dvya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-two-brothers-3150042.html

જૂનાગઢ મનપાનાં બે કર્મચારી પર દીપડાનો હુમલો

- હસ્નાપુર ડેમ સાઇટ પર વાલ્વ ખોલવા જતી વખતે બનેલી ઘટના
- હુમલાનો ભોગ બનેલા બંને સગાભાઇઓ


ગિરનારની ગોદમાં આવેલા અને જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા હસ્નાપુર ડેમસાઇટ ઉપર ફરજ બજાવતા બે સગા ભાઇઓ પર આજે સવારે દીપડાએ હુમલો કર્યો હતો. બંને ભાઇઓ વાલ્વ ખોલવા જતા હતા એ વખતે બનેલી આ ઘટના બાદ બંનેને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા.

જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખામાં નોકરી કરતા વનરાજ વશરામ મકવાણા (ઉ.૩૧) અને તેનો સગો નાનો ભાઇ કિશોર (ઉ.૨૪) હસ્નાપુર ડેમસાઇટ ખાતે ફરજ બજાવે છે. અને ત્યાંજ મનપાએ ફાળવેલા ક્વાર્ટરમાં રહે છે. જેમાં વનરાજ ઓપરેટર ફોર્સ અને કિશોર મજૂર ફોર્સમાં કાર્યરત છે. આજે સવારે ૮થી ૯ વાગ્યાનાં અરસામાં બંને ભાઇઓ ડેમનો વાલ્વ ખોલવા માટે ક્વાર્ટરમાંથી નીકળીને ડેમસાઇટ પર જતા હતા.

કિશોર આગળ અને વનરાજ પાછળ ચાલતો હતો. દીપડાએ અચાનક જ વનરાજ પર તરાપ મારી. તેણે કિશોરને જોરથી રાડ નાંખી અને દોડવા ગયો. એટલામાં નાની પાળી રસ્તામાં આવી આથી તે ત્યાં જ ગડથોલિયું ખાઇ ગયો. અને તેનાં ઘૂંટણમાં વાગ્યું. દીપડો તેના પર વાર કરવા જતો હતો એજ વખતે કિશોર મોટાભાઇને બચાવવા ત્યાં પહોંચી ગયો.

તેણે દીપડાને ધક્કો માર્યો. આથી દીપડાએ તેના પર ફરીથી હુમલો કર્યો અને તેનાં હાથમાં નહોર ભરાવી દીધા. જોકે, કિશોર ડર્યો નહીં અને દીપડાને ફરીથી હાકોટો પાડતાં તે દૂર ચાલ્યો ગયો. આ બૂમાબૂમ સાંભળી નજીકમાં જ આવેલા વનવિભાગનાં જાંબુડી રાઉન્ડ થાણામાંથી વનકર્મચારીઓ દોડી આવ્યા. અને ઘવાયેલા બંને ભાઇઓને મોટરસાઇકલ પર બેસાડી તુરત જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલે લાવ્યા.

એ દરમ્યાન બનાવની જાણ મનપાનાં અધિકારીઓને કરી દેવાતાં તેઓ પણ સિવિલ હોસ્પિટલે આવી પહોંચ્યા. વનરાજને ઘૂંટણમાં પડી જતાં અને કિશોરને દીપડાએ નહોર ભરાવતાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

તમામ તસવીરો મેહુલ ચોટલીયા, જુનાગઢ

No comments:

Previous Posts