Vice President sees 36 Lions at Sasan Gir sanctuary
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-hamid-ansari-travelling-to-gir-wildlife-sanctuary-2726527.html?C-GUJ=
એક-બે નહીં ૩૬ સાવજોની અનોખી અદાથી ઉપરાષ્ટ્રપતિ અંસારી ખુશ
- ઉપરાષ્ટ્રપતિએ નિહાળ્યા ૩૬ સાવજો
- સાસણ આવેલા ઉપરાષ્ટ્રપતિ અંસારી જંગલમાં મુકત પણે વિહરતા સાવજોને નિહાળી મંત્રમુગ્ધ
- એશિયાટીક લાયનના પ્રદેશ સાસણ ગીરમાં ઉપરાષ્ટ્રપતિનું આગમન
- જંગલમાં એક જગ્યાએ તો સિંહનું આઠનું ગ્રૂપ ઉપરાષ્ટ્રપતિની કાર આસપાસ ઘૂમ્યું
રાજ્યની ત્રિદીવસીય મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી અને તેના ધર્મપત્ની આજે સોરઠની ખુશ્બુ સમા અને એશીયાટીક લાયનનાં પ્રદેશ સાસણ ગીરની મુલાકાતે આવી પહોંચતા ભાલછેલ ખાતે તૈયાર કરાયેલા હેલીપેડ ખાતે પાંચ કળશધારી કુમારીકા બાળાઓએ સોરઠી પરંપરામાં તેઓનું સ્વાગત કર્યું હતુ.
જ્યારે બપોર બાદ ભંભા પોળ નાકેથી ઉપરાષ્ટ્રપતિનો કાફલો ગીર જંગલમાં પહોંચી અને વન વિભાગનાં અધિકારીઓનાં નેતૃત્વમાં અલગ-અલગ ચાર જગ્યાએ દેડકડી, કેરંંભા વિસ્તારમાં કુલ ચાર જગ્યાએ ૩૬ સિંહોના પરિવાર નિહાળ્યા હતા અને તેમા દેડકડી રેન્જમાં બિલ્લી વાડી કૂંડી વિસ્તારમાં બે નર, ત્રણ બચ્ચા અને ત્રણ સિંહણ એમ આઠનાં ગૃપને ઉપરાષ્ટ્રપતિની કારની ફરતે ચક્કરો લગાવતા આ સિંહોની અદાને જોઇને અંસારી અને તેમના પત્ની સલમાબેન અંસારી ડાલામથા સિંહોની અદા નિહાળી ખુશખુશાલ થઇ ગયા હતા.
અગાઉથી નિધૉરીત કાર્યક્રમ મુજબ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી આજે બપોરે ૧૨:૪૦ કલાકે સાસણ નજીક ભાલછેલ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર વાયુદળનાં ખાસ હેલીકોપ્ટરમાં આવી પહોંચ્યા હતા. અહીં ઉતરતાની સાથે જ રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, વનમંત્રી મંગુભાઇ પટેલ અને સાસણના સરપંચ લખમણભાઇ ધોળકીયા સહિતે તેઓને આવકાર્યા હતા. જ્યારે બાળાઓએ તેઓને કુમકુમ તિલક કરી સત્કાર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ સીધા સાસણ ગીરનાં સિંહસદનમાં પહોંચ્યા હતા.
અહીં પણ ઉપરાષ્ટ્રપતિનું આગમન થતા વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ ફૂલોનાં ગુલદસ્તા સાથે સ્વાગત કર્યું હતુ અને તેઓને 'ધ ગીર' વી.વી.આઇ.પી. સ્યૂટમાં દોરી ગયા હતા. દરમિયાન બપોરનું ભોજન તથા આરામ ફરમાવી ચાર વાગ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ ભંભા પોળ નાકેથી સિંહદર્શન માટે રવાના થયો હતો. આગળ પાયલોટિંગ કાર, પાછળ ઉપરાષ્ટ્રપતિની ગાડી, વન વિભાગની રેસ્કયુ મોબાઇલ, બંને મંત્રીઓની ગાડી અને જિલ્લાનાં વહિવટી, પોલીસ અને વન વિભાગનાં અધિકારીઓનો કાફલો સાસણ ગીરનાં જંગલમાં જતા વન વિભાગનાં અધિકારીઓનાં નેતૃત્વમાં અલગ અલગ ચાર જગ્યાઓએ કુલ ૩૬ સિંહોના પરિવાર નિહાળી ઉપરાષ્ટ્રપતિ દંપતિ ખુશખુશાલ થઇ ગયા હતા. સિંહદર્શન બાદ પરત ફરી સિંહસદનમાં જ સમીસાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અહીંના જાંબુરના સીદીબાપુ ગૃપનાં યુવાનોનું પ્રખ્યાત ધમાલ ન્úત્ય અને ગરબા નિહાળીને પણ પ્રભાવિત થયા હતા.
સાસણ ગીર ખાતેનાં તેઓના ૨૪ કલાકના રોકાણ દરમિયાન આવતીકાલે સોમવારે પણ ઉપરાષ્ટ્રતિ જંગલમાં ફરી સિંહદર્શન માટે જવાના હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે અને ત્યારબાદ અહીંથી ફરી વાયુદળનાં હેલીકોપ્ટર મારફત રાજકોટ રવાના થનાર છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિનાં આગમનને લઇને શરૂઆતમાં ભાલછેલ હેલીપેડ તેમજ તેઓનું જ્યાં રોકાણ છે તે સિંહસદન ખાતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જ્યારે રેન્જ આઇજી બી.કે. શ્રીમાળી, જિલ્લા પોલીસ વડા દપિાંકર ત્રિવેદીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજી બાજુ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વપિ્રાભાલ વહિવટી તંત્રને સતત માર્ગદર્શન આપતા હતા. સિંહસદન ખાતે ઉચ્ચ વનઅધિકારીઓનાં દિશા નિર્દેશ મુજબ ડી.એફ.ઓ. સંદીપકુમારે આગવી વ્યવસ્થા ગોઠવી હતી.
સોરઠમાં ગુજરાતી અને કાઠિયાવાડી જમણ – (Vice President enjoys Gujarati and Kathiyawadi cuisines at Sasan Gir)
ઉપરાષ્ટ્રપતિ અને તેમનાં ધર્મપત્નીએ બપોરનાં જમણવારમાં પંજાબી સાથે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પનીર કોફતા, ચના મસાલા, આલુમટર ફ્લાવર, પેપ્સી કપ, પાલક પુરી, લેમન રાઇસ, રાયતુ, સલાડ, પાપડ અને મીઠાઇમાં ગાજરનો હલવો ઉપરાષ્ટ્રપતિને પીરસવામાં આવેલ. સાંજે તેઓને રિંગણાનો ઓળો, બાજરાનાં રોટલા, આલુ સીમલા મીર્ચ, સેવ ટમેટા, પાલક પનીર, વેજ ભુરજા, ફૂલકા રોટી, ચુરમાનાં લાડુ, ગુંદા કેરીનું અથાણુ, કઢી ખીચડી અને ગીરનો દેશી ગોળ ઘી સહિત કાઠીયાવાડી જમણ પીરસાયુ હતુ.
જ્યારે સિંહસદનનાં રસોઇ સ્ટાફનાં યોગેશ મહારાજ, શેરશા સીદીશા વિલાસભાઇ સહિત સ્ટાફ પણ તેઓને આ જમણ જમાડવાની તૈયારીમાં રહ્યો હતો. આ જ રીતે બપોરે આવ્યા ત્યારે નાળીયેરનું પાણી, મોસંબીનો જયુસ, ગીર જંગલમાં બસ્કિીટ, વેફર્સ, નાળીયેર પાણી, ચા-કોફી પીધા હતા. આજ રીતે જંગલમાંથી પરત ફરતા એપલ જયુસ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે જલજીરા ફોદીનાનો સ્વાદ માણ્યો હતો.
કારની અંદર જ બેસી સિંહદર્શન કર્યા -
ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી અને તેમના ધર્મપત્નીએ કારની અંદર જ બેસી જંગલમાં મોજ મસ્તીમાં વહિરતાં અભિભૂત થયા હતા.
દૂધાળા નેસ પાસે ઉપરાષ્ટ્રપતિની કારમાં અધિકારીને માલધારીએ કવર આપ્યું -
ઉપરાષ્ટ્રપતિનો કાફલો સિંહ દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે દૂધાળા નેશ પાસે માલધારીઓના સમૂહને જોઇને તેઓની ગાડી રોકાતા માલધારીઓમાંના એક માલધારીએ ઉપરાષ્ટ્રપતિની કારમાં બેઠેલા એક અધિકારીને બંધ કવર આપ્યુ હતુ.
- તમામ તસવીરો જીતેન્દ્ર માંડવીયા

No comments:
Post a Comment