Monday, January 09, 2012

તાલાલા નજીક શ્રમજીવી પર દીપડાનો હુમલો

09-01-2012
તાલાલા નજીક શ્રમજીવી પર દીપડાનો હુમલો
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-man-near-talala-2726698.html?OF15=


તાલાલાનાં ધાવા (ગીર) ગામની સીમમાં એક વાડીમાં નિંદ્રાધીન શ્રમજીવી યુવાન પર દીપડાએ હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. આ હુમલાની ઘટનાથી શ્રમિકોમાં ભયની લાગણી છવાઇ હતી.

આ અંગેની મળતી વિગત મુજબ તાલુકાનાં ધાવા (ગીર) ગામની સીમમાં કાન્તીભાઇ ગધેસરીયાની વાડીમાં શેરડી કટાઇની કામગીરી પુરી કર્યા બાદ શ્રમિકો વાડીમાં સુતા હતા ત્યારે આજે પરોઢીયાનાં સુમારે જંગલમાંથી એક દીપડાએ આવી ચઢી નિંદ્રાધીન ગોવિંદ આઉલભાઇ શિયાળ (ઉ.વ.૨૫) પર હુમલો કરી દેતા તેને કાન અને હાથનાં ભાગે ઇજા પહોંચી હતી.

આ અચાનક હુમલાથી શ્રમિક યુવાને રાડારાડી કરી મૂકતાં અન્ય શ્રમિકો જાગી ગયા હતા અને હાકલા પડકારા બોલાવતા દીપડો નાસી ગયો હતો. આ ઇજાગ્રસ્ત યુવાનને તાલાલા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરાયો હોવાનું જાણવા મળે છે.

No comments:

Previous Posts