Saturday, January 21, 2012

Leopard attacks sleeping girl at Madhupur (Talala Gir)

21-01-2012
Leopard attacks sleeping girl at Madhupur (Talala Gir)
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-sleeped-child-in-madhupur-2771748.html?OF6=

માધુપુરમાં નિદ્રાધીન બાળકી પર દીપડાનો હુમલો


- બાળકીને મોઢેથી દબોચવા કપાળ પર પંજો મારતા બાળકીએ રાડારાડી કરી

- આ હુમલાનાં બનાવથી શ્રમિક પરિવારોમાં ગભરાટની લાગણી છવાઇ ગઇ હતી

તાલાલાનાં માધુપુર (ગીર) ગામની સીમમાં ગુરૂવારે મધરાતે નિંદ્રાધીન બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઘાયલ કરી દીધી હતી. જો કે પરિવારજનો જાગી જતાં બાળકીનો આબાદ બચાવ થયો હતો.

તાલાલાનાં માધુપુર (ગીર) ગામે શેરડી કટાઇનું મજૂરી કામ કરવા આવેલ પરપ્રાંતિય પરિવાર ખેતરમાં બનાવેલા ઝુંપડામાં સુતો હતો. ત્યારે ગુરૂવારનાં મોડી રાત્રિનાં અચાનક એક દીપડાએ આવી ચડી ઝુંપડામાં નિંદ્રાધીન થાપલાબેન શીવાજી તલવારી નામની ત્રણ વર્ષની બાળકીને મોઢેથી દબોચવા કપાળ પર પંજો મારતા બાળકીએ રાડારાડી કરી મૂક્તા બાજુમાં સુતેલા પરિવારનાં સભ્યોએ જાગી જઇ હાકલા-પડકારા સાથે લાકડા - પથ્થરનાં છુટા ઘા કરતાં દીપડો નાસી ગયો હતો.

આ હુમલાથી ઘાયલ થયેલી બાળકીને તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવતા કપાળનાં ભાગે તેણીને ટાંકા આવ્યા હતા. આ દીપડાનાં હુમલાની વિગત તાલાલા રેન્જનાં ઇન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાએ આપી હતી. આ હુમલાનાં બનાવથી શ્રમિક પરિવારોમાં ગભરાટની લાગણી છવાઇ ગઇ હતી.

એક માસ પહેલાં બાળકીને ફાડી ખાધી હતી -

એક માસ પહેલા માધુપુર - ગુંદરણ વચ્ચેનાં વિસ્તારમાં દીપડાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. હિંસક પ્રાણીઓનાં માનવી પરનાં હુમલાનાં બનાવોને રોકવા વન વિભાગ ઘટતા પગલા ભરે તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

No comments:

Previous Posts