Sunday, January 08, 2012

Vice President of India visiting Sasan Gir to see Asiatic Lions

08-01-2012
Vice President of India visiting Sasan Gir to see Asiatic Lions
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-hameed-anasari-will-come-today-in-sasan-for-see-lions-2723310.html?OF7=

ગીરના 'સાવજો' જોવા ઉપરાષ્ટ્રપતિ આજે સાસણ આવશે


- ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને લઇને વહીવટી અને પોલીસ તંત્ર સાબદુ

- રાત્રે સિંહ સદનમાં સીદી ધમાલ નૃત્ય સહિત નિહાળશે


ગીર પંથકની શાન સમા 'સિંહો' ને જોવા લ્હાવો હોય તે લ્હાવો લેવા ભારતનાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી આવતીકાલે રવિવારે સિંહદર્શન કરવા સાસણની મુલાકાતે આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિનાં એક દિવસનાં રોકાણમાં સિંહદર્શન, સીદી ધમાલ ન્úત્ય, ગુજરાતી રાસ ગરબા અને વાઇલ્ડ લાઇફ મુવી સહિતનાં કાર્યક્રમો તેઓ નહિાળનાર છે જ્યારે તેઓની મુલાકાતને લઇને રેવન્યુ, પોલીસ, વનતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સાસણ પહોંચી ગયા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સાસણ (ગીર) ખાતે આવતીકાલે આવનારા ભારતનાં ઉપરાષ્ટ્રપતિ અંસારી રવિવારે બપોરે એક વાગ્યા આસપાસ ભાલછેલ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર વાયુદળનાં હેલીકોપ્ટર મારફત આવી પહોંચશે. ત્યાં રાજ્ય સરકાર વતી મંત્રી જયનારાયણ વ્યાસ, મંગુભાઇ પટેલ, ઇન્ચાર્જ કલેક્ટર વિભ્રભાલ સહિત અધિકારીઓ તેમનું સ્વાગત કરી સીધા તેમને સાસણ સિંહસદન ખાતે લઇ જવાશે. ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી અને તેમના ધર્મ પત્ની સહિત અહીના સિંહસદનમાં સ્પે. સ્યુટ 'ધ ગીર'માં રોકાણ કરશે.

બપોરનું લંચ સિંહસદનમાં લઇ ચાર વાગ્યા આસપાસ વન વિભાગનાં અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ સહિત કાફલો સિંહદર્શન કરવા ગીર અભયારણ્યમાં જશે. ત્યારબાદ પરત ફરી સિંહસદનમાં વાઇલ્ડ લાઇફ આધારીત ડોકયમેન્ટ્રી ફિલ્મ નહિાળશે. બાદમાં સાંજે સીદી ધમાલ ન્úત્ય અને ગુજરાતી ગરબાનાં કાર્યક્રમો માણ્યા બાદ ડીનર લઇ સિંહસદનમાં આરામ કરશે. જો કે સવારે ફરી ગીર જંગલની મૂલાકાત જશે. ત્યાંથી પરત ફરી લંચ લઇ બપોરે દિલ્હી પરત જવા રવાના થનાર છે.

સલામતી વ્યવસ્થા ગોઠવાઇ -

ઉપરાષ્ટ્રપતિનાં ૨૪ કલાકનાં રોકાણનાં કાર્યક્રમને લઇ વહિવટીતંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સાસણથી ભાલછેલ હેલીપેડ સુધી પોલીસનું સતત પેટ્રોલીંગ અને બંદોબસ્ત રહેશે. ઉપરાષ્ટ્રપતિનાં આગમનને લઇ સાસણ પંથકમાં સુરક્ષાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.

No comments:

Previous Posts