Friday, January 13, 2012

Lions Kill 18 cattle in Hathsani area of Palitana Taluka

13-01-2012
Lions Kill 18 cattle in Hathsani area of Palitana Taluka
Bhaskar News, Palitana
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-by-the-diocese-for-five-days-cat-killer-18-2742135.html

હાથસણી પંથકમાં પાંચ દિવસમાં સિંહ દ્વારા ૧૮ પશુઓનાં મારણ

પશુપાલકો દ્વારા ડે.કલેક્ટર કચેરીને ઘેરાવ કરવાની અપાયેલી ચીમકી


પાલીતાણા તાલુકાના હાથસણી ગામે છેલ્લા પાંચ દિવસમાં નાનામોટા અઢાર જેટલા પાલતું પશુઓનું વન્ય પ્રાણીઓએ મારણ કરતા ગ્રામજનો અને પશુપાલકોમાં ફફડાટ સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

હાથસણી ગામે સિંહ દ્વારા પાંચ દિવસથી ગામની અંદર આવી બેચરભાઈ જોધાભાઈ સાંબડની માલીકીના ૧૫ ઘેટા, કિંમત રૂ.૪૦,૦૦૦ તથા રામદેવસિંહ મહીપતસિંહ સરવૈયાની માલિકીની ભેંસ કિંમત રૂ.૩૫૦૦૦ તથા ખાટાભાઈ બોઘાભાઈની માલીકીનો વાછરડો રૂ.૭૦૦૦ તેમજ મંગળસિંહ લખુભા સરવૈયાની માલિકીની ખડાય રૂ.૧૫૦૦૦નું મારણ કરતા ગ્રામજનો અને પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલીક પગલાં ભરવામાં નહીં આવે અને આ જંગલી પ્રાણીઓને ગ્રામ્ય વિસ્તારથી દૂર ખસેડવામાં નહીં આવે તો હાથસણી, જાળીયા, કંજરડા વગેરે ગામના લોકો તથા પશુપાલકો દ્વારા પાલીતાણા ફોરેસ્ટ કચેરી તથા ડે.કલેક્ટર કચેરીને ઘેરાવ કરવામાં આવશે.

તેમ હાથસણી ગામના સરપંચ કુંવરસિંહ સરવૈયાએ જણાવેલ છે. જ્યારે અગાઉ કરાયેલ પશુના મારણની સહાય પણ ચૂકવવામાં આવેલ નથી અને સહાય ખૂબજ ઓછી હોય આ બાબતે સરકાર દ્વારા સહાય વધારવામાં આવે તેવી પશુપાલકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
.

No comments:

Previous Posts