Vice President of India says: 'Love of local people of Gir and its Lions are awesome';
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-girs-lion-is-magistrate-of-king-said-hamid-ansari-2730466.html?OF14=
- ગીર વાસીનો પ્રેમ અને 'સાવજો' અદભૂત છે: ઉપરાષ્ટ્રપતિ
- બીજા દિવસે ૧૬ સિંહોનો પરિવાર નિહાળી રવાના
- કમલેશ્વર ડેમ સાઇટ પરથી જંગલનાં અલૌકિક દ્રશ્ય માણ્યાં
એશીયાટીક લાયનનાં પ્રદેશ સાસણ ગીરમાં ગઇકાલથી સિંહસદનમાં રાકાયેલા ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ આજે બીજા દિવસે સવારે જંગલમાં તથા કમલેશ્વર ડેમ સાઇટ પર પહોંચી વધુ ૧૬ સિંહ પરિવાર અને જંગલની સવારનો નજારો માણી નિધૉરીત સમય કરતા વહેલા અને બપોરનું લંચ કેન્સલ કરી માત્ર નાસ્તો લઇ તેઓ રવાના થયા હતા.
તેમનાં નિધૉરીત કાર્યક્રમ મુજબ સવારે ફરી ગીર જંગલમાં સિંહદર્શન કરવા ગયેલા. ભંભા પોળ ચેક પોસ્ટથી જંગલમાં ગયેલ ઉપરાષ્ટ્રપતિને પીળીપાટમાં એક નર સિંહજોવા મળેલ. ત્યાંથી કમલેશ્વર ડેમ તરફ ગયેલા ઉપરાષ્ટ્રપતિએ ગીર જંગલની મધ્યે આવેલા કમલેશ્વર ડેમ સાઇડમાં ફોટોગ્રાફી કરી હતી. ડેમથી નીચે ઉતરતા બે સિંહણ સાથે બે સિંહબાળ જોવા મળેલા કુલ ૧૬ સિંહો નિહાળી ઉપરાષ્ટ્રપતિનો કાફલો જંગલમાંથી પરત આવેલ અને નાસ્તો લઇ પોતાનાં કાર્યક્રમમાં ફેરફાર કરી બપોરનું લંચ કેન્સલ કરી બાર વાગ્યે ભાલછેલ હેલીપેડથી રાજકોટ જવા વાયુદળનાં હેલીકોપ્ટરમાં અહીથી રવાના થયા હતા.
ઉલ્લેખનીય એ છે કે ગીર પ્રદેશમાં સાવજો જોવા ગીરની મુલાકાતે આવેલા ભારતનાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી સાવજોની અદા ઉ૫ર તો આફરીન થયા હતા પણ સિંહોની સંખ્યામાં થયેલ વુિદ્ધનાં આંકડાની વિગતો જાણી 'સિંહ' પ્રજાતિનું અસ્તીત્વ ટકાવવા સાથે તેમની સંખ્યામાં વૃદ્ધિ થવા પાછળ વન વિભાગ દ્વારા કરાતી 'સિંહ' સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી અને સ્થાનિક ગીરનાં લોકોનો સાવજ પ્રત્યેનાં અપાર પ્રેમથી મળતો સહકાર હોવાનું જાણી ઉપરાષ્ટ્રપતિ ભારે પ્રભાવિત થઇ વન વિભાગની કામગીરીની પ્રસંશા સાથે ગીરવાસીઓનાં પ્રેમને પણ સંભારણુ ગણાવ્યો હતો.
ગીરના 'સાવજ' ને 'મેજિસ્ટ્રેટ ઓફ કિંગ' ગણાવતા ઉપરાષ્ટ્રપતિ – (Gir lion is 'Magistrate of King')
ગીરનાં જંગલમાં એશીયાટીક સિંહોને મોજથી નિહાળનારા ઉપરાષ્ટ્રપતિએ પોતાની બે વખતની જંગલ મુલાકાત બાદ ગીરનાં જંગલમાં વસવાટ કરતા દરેક પ્રાણીઓમાં 'સિંહ' ને ગીર અભયારણ્યમાં 'મેજીસ્ટ્રેટ ઓફ કીગ' ગણાવેલ. જ્યારે કમલેશ્વર ડેમનાં પ્રાકૃતિક સૌંદર્યમાં બે સિંહણો બે સિંહબાળ સાથે જે અદામાં જોવા મળેલ તે વિશે ઉપરાષ્ટ્રપતિએ કહેલ કે આ સાંસ રૂક જાયે આૈર સ્ર્વગકા અનુભવ હો ઐસા કુદરત કા નજારા હૈ. ગીરનાં જંગલમાં પ્રકૃતિ વચ્ચે રહેવુ અને મેજીસ્ટ્રેટ ઓફ કીગ 'સિંહ' ને જોવા એ અલગ અનુભવ છે. પણ એ અનુભવ કરો ત્યારે જ ખબર પડે તેમ ઉપરાષ્ટ્રપતિએ પોતાની વિઝિટ નોંધમાં લખેલ છે. સિંહપ્રજાતિનાં સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કરાતી કામગીરીને વધુ બળ અને શક્તિ મળે તે માટે તેમણે પ્રાર્થના કરી હતી.
ગીરના જંગલની મુલાકાત જિંદગીભરનું સંભારણું –( Gir tour is lifetime memory for Vice President of India)
ગીર જંગલની વન્યસૃષ્ટિ અને એશીયાટીક સિંહોને નિહાળી અભીભૂત થયેલા ઉપરાષ્ટ્રપતિએ જણાવેલ કે ગીર ફોરેસ્ટ કી મુલાકાત બાદ ગીર ઇઝ ગ્રેટ અને ઇસ મુલાકાતને નઇ ચેતના જગાઇ હૈ ! વન વિભાગની સિંહસદનમાં વ્યવસ્થા, સ્ટાફની કામગીરીને સુંદર ગણાવી હતી. જતા પહેલા વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યાદગીરી રૂપે ફોટો પડાવ્યો હતો. સીસીએફઆર એલ.મીના ડી.એફ.ઓ. ડૉ. સંદીપકુમાર સહિત વન વિભાયને સિંહો સાથે મુલાકાત કરાવવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

No comments:
Post a Comment