Wednesday, January 04, 2012

; 57000 Indian Tourist and 1100 Foreign tourist visit Gir to see Gir Lions

04-01-2012
; 57000 Indian Tourist and 1100 Foreign tourist visit Gir to see Gir Lions
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-13-days-and-more-than-one-crore-earn-in-gir-2707972.html

'ખુશ્બુ સાસણ કી', ૧૩ દી'માં સવા કરોડની અધધ આવક


- નાતાલનું વેકેશન તાલાલા વન વિભાગને ફળ્યું

- ૫૭ હજાર ભારતીય અને ૧૧૦૦ વિદેશી પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા


ગીરના ખોળામાં મુકત્તમને વહિરતા એશીયાટીક સાવજોને જોવા નાતાલનાં વેકેશનમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓએ ભારે ઉત્તેજના સાથે સાસણ આવી ગીરજંગલની મુલાકાત કરતા વનવિભાગને ટંકશાળ પડી ગઈ હતી. તેર દિવસમાં સવા કરોડની આવક વનવિભાગની તીજોરીમાં આવી અને ૫૭ હજાર ભારતીય પ્રવાસીઓ સાથે ૧૧૦૦ વિદેશી ટુરીસ્ટોએ ગીર અભ્યારણમાં સાવજોને મનભરીને માણ્યા હતા.

દિવાળી, નાતાલ, ઉનાળુ વેકેશનમાં સાસણ(ગીર)માં પ્રવાસીઓનો ટ્રાફિક રહેતો હોય છે. પરંતુ વિતેલા વર્ષનાં નાતાલના વેકેશનમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવ્યા હતા. ગીર અભ્યારણમાં ખુલ્લામાં વસવાટ કરતા સાવજોને જોવા ૧૮૫૩૪ ભારતીય પ્રવાસીઓ સાથે ૧૦૭૨ વિદેશી પ્રવાસીઓ પરમીટો લઈ જંગલમાં ગયા હતા અને મુકતમને સિંહોને નિહાળ્યા હતા.

જ્યારે ગીર પરીચય ખંડ દેવળીયામાં ૩૯૪૬૬ ભારતીય પ્રવાસીઓ સાથે ૨૦ વિદેશી ટુરીસ્ટોએ સિંહ દર્શન સાથે જંગલ સૃષ્ટી નીહાળી હતી. પ્રવાસીઓની મોટી સંખ્યામાં થયેલી જંગલની મુલાકાતથી વનવિભાગને સવા કરોડની માતબર રકમની આવક થવા પામી હતી.

પ્રવાસીઓને સિંહ દર્શન થાય એ જ વનવિભાગનો ઉદ્દેશ - ગીર જંગલની મુલાકાતે ભારતના વિવિધ રાજ્યો અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને સિંહ દર્શન થાય તે વનવિભાગનો મુખ્ય ઉદ્દેશ રહે છે. ટુરીસ્ટો જંગલનાં નિયમોનું ધ્યાન રાખે સાથે વાઈલ્ડ લાઈફને ખલેલ ન પહોંચાડે તે જાગૃતતા સાથે વનવિભાગ કામ કરતુ હોવાનું સીસીએફ આર. એલ. મીના અને ડીએફઓ ડૉ.સંદીપકુમારે જણાવ્યું હતું.

પ્લાસ્ટીકના કચરા સામે સખ્ત કાર્યવાહી : સી.સી.એફ.

ગીર જંગલમાં જતા ટુરીસ્ટોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા ખાસ સુચના અપાય છે. પણ જો કોઈ નિયમનો ભંગ કરે તો તેનાં સામે કડક કાર્યવાહી કરવાની અધીકારી અને સ્ટાફને ખાસ તાકીદ કરવામાં આવી છે. પ્લાસ્ટીક કચરાથી જંગલની વન્યસ્úષ્ટીને ભારે નુકસાન થતુ હોય આ અંગે વનવિભાગ હંમેશા કડક કાર્યવાહી કરશે તેમ સી.સી.એફ.આર.એલ.મીનાએ જણાવ્યું હતું.

પ્રવાસીઓને મોટાગ્રૂપમાં એકી સાથે સિંહો જોવા મળ્યા - સિંહ દર્શન કરવા આવતા ટુરીસ્ટોને એકલ-દોકલ સિંહ જોવા મળી જાય તો પણ ખુબ જ આનંદ અનુભવતા હોય છે. પરંતુ પાછલા વર્ષોમાં વનવિભાગની સર્તકતા અને સિંહ સંરક્ષણની થતી ચીવટભરી કામગીરીથી સિંહોની સંખ્યા ઘણી વધી છે. હાલ ગીરનાં જંગલમાં ૩૦૦ જેટલા સિંહો વસવાટ કરે છે. સિંહ પ્રજાતીનો સંવનન તબક્કો પુરો થયો હોય નવજાત સિંહ બાળો સાથે સિંહ પરિવાર એકી સાથે મોટી સંખ્યામાં જોવા મળતા હોય પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણની કરેલ મુલાકાત અને ખર્ચ યોગ્ય થયો હોવાનો સંતોષ અનુભવી રોમાંચ અનુભવે છે.

No comments:

Previous Posts