Sick Lion at Chotra village in Jafrabad Taluka (Greater Gir) moved to Animal Care Centre; Public informed inactive Forest Dept!
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-injured-lion-sent-to-treatment-in-chautras-farm-2724682.html
ઘાયલ સિંહને પાંજરે પૂરી સારવારમાં ખસેડાયો
જાફરાબાદ તાલુકાના ચૌત્રા ગામની સીમમાં એક આઠેક વર્ષની ઉંમરનો બિમાર સિંહ સુનમુન અવસ્થામાં ઝાડ નીચે બેઠો હોય વનતંત્રને જાણ થતા તેમના સ્ટાફે આ સિંહને પાંજરે પુરી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો છે. સિંહ બિમાર હોવાની લોકોએ જાણ કરી ત્યારે છેક વનતંત્રને ખબર પડી હતી.
સાવજોની રક્ષા માટે સરકાર કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે. આમ છતાં સરકારી કર્મચારીઓ દિલ દઇને કામ કરતા નથી. તો બીજી તરફ લોકોમાં સાવજોની રક્ષા માટે જાગૃતિ વધતી જાય છે.
જેને પરીણામે ઘાયલ કે બિમાર સિંહ ક્યાંય હોય તો વનતંત્ર પહેલા આમ જનતાને ખબર પડી જાય છે. આવું જ જાફરાબાદ તાલુકાના ચૌત્રા ગામે બન્યુ છે. જ્યાં એક બિમાર સિંહ મોતને ભેટે તે પહેલા લોકોએ વનતંત્રને તેની જાણ કરી સારવારમાં ખસેડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આશરે આઠેક વર્ષની ઉંમરનો એક સિંહ બિમાર હોય સુનમુન બની ગયો હતો અને ચૌત્રા ગામની સીમમાં આંબાના વૃક્ષ નીચે બેઠો હોય આ સિંહને જોવા માટે લોકોના ટોળેટોળા દોડી ગયા હતા.
બીજી તરફ હિંમતભાઇ હરીભાઇ ભંડેરીની વાડીમાં એક સિંહ બિમાર હોવાની વનતંત્રને જાણ કરાતા જંગલખાતાની રેસ્કયુ ટીમ તેના ફોરેસ્ટર એન.બી. ડેર વગેરે અહિં દોડી ગયા હતા અને આ સિંહને પાંજરે પુરી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો હતો.

No comments:
Post a Comment