Thursday, February 14, 2013

Lioness dies by falling into open well at Kakrach Vadiya

14-02-2013
Lioness dies by falling into open well at Kakrach Vadiya
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lioness-died-for-fall-down-in-welll-4179303-NOR.html

વડીયાનાં ક્રાંકચની સીમમાં સિંહણનું કુવામાં પડી જતાં મોત

- શિકાર પાછળ દોડેલી સિંહણ ૬૦ ફુટ ઉંડા કુવામાં ખાબકી


લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં એક તળાવની પાળ પર આવેલા ૬૦ ફુટ ઉંડા કુવામાં ખાબકતા ત્રણ વર્ષની ઉંમરની એક સિંહણનુ મોત થયુ હતુ. આજે બપોરે કુવામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણ શિકાર પાછળ દોડતી વખતે કુવામા ખાબકી હોવાનુ વનવિભાગનુ પ્રાથમિક તારણ છે.

સિંહણના મોતની આ ઘટના આજે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમા બની હતી. અહીના બવાડીના રસ્તે ઘોરવાળાના તળાવના કાંઠે આવેલા ૬૦ ફુટ ઉંડા કુવામાં એક સિંહણનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળતા વનવિભાગનો સ્ટાફ તાબડતોબ અહી દોડી ગયો હતો. ડીએફઓ મકવાણા ઉપરાંત લીલીયાના આરએફઓ એ.કે.તુર્ક સ્ટાફના રાઠોડભાઇ, કે.જી.ગોહિલ તથા રેસ્કયુ ટીમનો સ્ટાફ અહી દોડી ગયો હતો.

વનવિભાગ દ્વારા આશરે ત્રણ વર્ષની ઉંમરની આ સિંહણનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે ધારી ખસેડવામાં આવી હતી. ડીએફઓ મકવાણાએ જણાવ્યું હતુ કે આ સિંહણ રાત્રીના સમયે શિકારની પાછળ દોડતી વખતે અકસ્માતે કુવામાં ખાબકી હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ મનાઇ રહ્યું છે. આમછતા સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.

- કુવામાં ૨૦ ફુટ પાણી ભયું હતુ

તળાવની પાળ પર જ આવેલા ૬૦ ફુટ ઉંડા કુવામાં ૨૦ ફુટ પાણી ભયું હતુ. જેને પગલે સિંહણનુ ડુબી જવાથી મોત થયુ હતુ. આ વિસ્તારમાં લોકોની અવરજવર પણ ઓછી રહે છે.

No comments:

Previous Posts