Saturday, February 09, 2013

Leopard cubs saved at Junagadh after 40 hours long rescue operation

09-02-2013
Leopard cubs saved at Junagadh after 40 hours long rescue operation
Times of India
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-leopard-cubs-trapped-tunnel-unearthed-in-junagadh-4174176-PHO.html?seq=1&HF-8=

જૂનાગઢમાં દીપડાનાં બચ્ચાને બચાવવા કરાયું 40 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન

૪ બચ્ચાં, પ૦ ફૂટની ટનલ અને ૪૦ કલાકનું રેસ્ક્યુ ઓપરેશન
ચેકડેમની બખોલ તોડીને દીપડીનાં ચાર બચ્ચાં બચાવી માતા સાથે મેળાપ કરાવાયો


જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલાં એક બખોલમાં પૂરાઈ ગયેલા દીપડીનાં ચાર બચ્ચાંને બહાર કાઢવા માટે ટનલ ખોદી ૪૦ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. વન વિભાગે મેઘલ નદીનાં ચેકડેમમાં ટનલમાં આવેલ બખોલને તોડીને ચાર બચ્ચાને હેમખેમ બહાર કાઢી માતા સાથે મિલન કરાવી દીધુ હતું.

માળિયાહાટિનાનાં સરકડીયા ગામની સીમમાંથી વિજાણંદભાઇ ખીમાણંદભાઇ કાગળીયાની વાડીમાં ગત તા.પનાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડી પુરાઇ હતી. તેના બચ્ચા હોવાનું માલુમ પડતાં તેને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યા બાદ આરએફઓ એન.એન. અપારનાથી, ફોરેસ્ટર ચાવડા સહિ‌તનાં સ્ટાફે શોધખોળ હાથ ધરતાં તા.૬ નાં સાંજનાં અરસામાં મેઘલ નદીનાં ચેકડેમનાં પાળામાં બખોલમાં દીપડીનાં ચાર બચ્ચા નજરે પડયા હતા.

અહીંયા સ્ટાફને તૈનાત કરી તા.૭ નાં વહેલી સવારે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બખોલ ખોદી બહાર કાઢવાની કામગીરી અસફળ રહેતાં જેસીબીની મદદથી બખોલને તોડી સાંજનાં ૮.૩૦ વાગે આ ચારેય બચ્ચાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સાસણ ખાતે લઇ જઈ માતા સાથે મિલન કરાવી દીધુ હતું.

ગ્રામજનો પણ કામ ધંધા છોડી મદદમાં જોડાયા

આ રેસ્કયુ ઓપરેશનમાં વન વિભાગની ટીમ સાથે ગ્રામજનો પણ પોતાનાં કામધંધા છોડી મદદમાં જોડાઇ પ્રાણી પ્રત્યેનાં પ્રેમનું અદભુત ઉદાહરણ પુરૂ
પાડયું હતું.

એક સાથે ચાર બચ્ચાને જન્મ આપવાનાં જુજ કિસ્સા

સામાન્ય રીતે દીપડી એક થી બે બચ્ચાનેજ જન્મ આપતી હોય છે. જયારે અહિંયા દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. આવા કિસ્સા જુજ જ બનતા હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

















No comments:

Previous Posts