Wednesday, February 27, 2013

Forest department active to cage the lion at Kakrach

27-02-2013
Forest department active to cage the lion at Kakrach
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-forest-parade-for-caught-lion-in-cage-4192340-NOR.html

ક્રાંકચમાં સિંહને પાંજરે પૂરવા વનવિભાગની કવાયત

સાવજને માથાના ભાગે મોટુ ઘારૂ પડી ગયુ છે : બે પાંજરા ગોઠવવામાં આવ્યા

 
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામ નજીક સીમ વિસ્તારમાં વસવાટ કરતા ત્રીસ સાવજો પૈકીના એક સાવજને પાછલા કેટલાક દિવસથી માથાના ભાગે મોટુ ઘારૂ પડી ગયુ છે. આ અંગે વનવિભાગને સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા આ સાવજને પાંજરે પુરવા માટે એક પખવાડીયાથી જહેમત ઉઠાવાઇ રહી છે. પરંતુ હજુ સુધી સાવજને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી નથી.
 
લીલીયા તાબાના ક્રાંકચના બાવળના કાટના જંગલ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરે છે. હાલમાં આ વિસ્તારમાં ત્રીસેક જેટલા સાવજો છે. જે પૈકી ભુરીયા નામના સાવજને પાછલા કેટલાક સમયથી માથાના ભાગે મોટુ ઘારૂ પડી ગયુ છે. આ અંગે સ્થાનિક પર્યાવરણપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
 
ડીએફઓ જે.કે.મકવાણા તેમજ નાયબ વન અધિકારી ભાવસારની સુચનાથી આ ઘાયલ સાવજને પાંજરે પુરવા ગતિવિધી હાથ ધરવામાં આવી છે. આરએફઓ એ.કે.તુર્ક, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ તેમજ અમરેલી, સાવરકુંડલા, ધારીની રેસ્કયુ ટીમના કર્મચારીઓએ છેલ્લા આઠ દિવસથી આ સાવજને પાંજરે પુરવા મહેનત કરવામાં આવી રહી છે.
 
આ સાવજને પકડવા રીંગ પાંજરૂ તેમજ બોકસ પાંજરૂ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ સાવજ પાંજરે ન પુરાતા વનવિભાગનો સ્ટાફ પણ મુંઝવણમાં મુકાયો છે. આ સાવજ પાંજરે ન પુરાતા તેના પર જીવનુ જોખમ ઉભુ થયુ હોવાનુ જાણકારો માની રહ્યાં છે. આ સાવજને માથાના ભાગે મોટુ ઘારૂ પડી ગયુ હોય તેમા જીવાત પડે તે પહેલા આ સાવજને પાંજરે પુરી સારવાર આપવામાં આવે તે જરૂરી બન્યું છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી નકકર કાર્યવાહી કરવામાં આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.

No comments:

Previous Posts