Saturday, June 30, 2012

Ten lions kill a bullock at Nageshree village

30-06-2012
Ten lions kill a bullock at Nageshree village
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-10-lions-eating-on-bullock-3462949.html

નાગેશ્રીની સીમમાં એક સાથે દસ ડાલામથ્થાએ બળદનું મારણ કર્યું

ખેતીની સિઝનમાં સાવજોની હાજરીથી ખેડૂતોમાં ફફડાટ

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પંથકમાં સાવજોની વસતી ધીમી ધીમે વધતી જાય છે ત્યારે ગઇરાત્રે નાગેશ્રીથી થોડે દુર એક સાથે દસ સાવજના ટોળાએ બળદને ફાડી ખાધો હતો. આ વિસ્તારમાં સાવજોએ અગાઉ એક યુવાનનો ભોગ લીધો હોય ગામલોકોએ વનતંત્ર યોગ્ય પગલા લે તેવી માંગ ઉઠાવી છે.

અમરેલી જીલ્લાના અમરેલી, ધારી, સાવરકુંડલા, લીલીયા, ખાંભા અને રાજુલાની જેમ જ જાફરાબાદ તાલુકામાં પણ સાવજોની સંખ્યા વધતી જાય છે. ગીર કાંઠાના જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર સાવજોને માફક આવી ગયો છે જેને પગલે આ સાવજો છેક દરીયાકાંઠાના ગામો સુધી પહોંચી જાય છે. ગઇકાલે મોડી સાંજે એક સાજે દસ સાવજોના ટોળાએ નાગેશ્રી ગામની સીમમાં ધામા નાખ્યા હતાં.

નાગેશ્રીની સીમમાં બાબુભાઇ પરમારના બળદ પર સાવજોનું આ ટોળુ તુટી પડયુ હતું. દેશી બાવળોની કાંટમાંથી સિંહ, સિંહણો ઉપરાંત તેના બચ્ચા પણ દોડી આવ્યા હતાં અને જોતજોતામાં હટ્ટાકટ્ટા બળદને મારી નાખ્યો હતો. નાગેશ્રીના માજી સરપંચ અજયભાઇ વરૂએ આ અંગે વનખાતાની ટીમને જાણ કરી આ સાવજોને પાંજરે પુરી અહિંથી ખદેડવા માંગણી કરી હતી.

અહિં મોડે સુધી સાવજ દર્શન માટે લોકોની ભીડ પણ ઉમટી હતી. અગાઉ નાગેશ્રી પંથકમાં સાવજોએ હુમલો કરી એક યુવકને મારી નાખ્યો હતો. આ વિસ્તારના ખેડૂતો આ ઘટનાને ભુલ્યા નથી. મારણની ઘટનાઓ પણ વારંવાર બને છે. વન વિભાગે કંઇક કરવું જોઇએ તેવી ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી છે.

પાણીની કૂંડીઓ ભરવા માગ

આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા સાવજોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની કૂંડીઓ બનાવવામાં આવી છે પરંતુ વન વિભાગ દ્વારા પાણીની આ કુંડીઓ ભરવામાં આવતી નથી. જેને પગલે સાવજો દૂર દૂર ભટકે છે.

No comments:

Previous Posts