Thursday, June 21, 2012

Leopard attacks farmer at Gadhiya village near Dhari

21-06-2012
Leopard attacks farmer at Gadhiya village near Dhari
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2880-3437520.html

ધારીના ગઢીયા ગામે યુવાન પર દીપડાનો હુમલો

- કુદરતી હાજતેથી પરત આવી રહેલા પ્રજાપતિ પ્રૌઢ પર હુમલો કરી દીપડાએ ગંભીર ઇજા કરી


ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમા બુધવારે સવારે દીપડાએ વધુ એક પ્રૌઢ પર હુમલો કર્યાનો બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જીરા રોડ પર ભનુભાઇ ઘોહાભાઇ પાંડવની વાડીમાં ખેત મજુરી કરતા ગોરધનભાઇ નારણભાઇ ટાપણીયા નામના પ્રૌઢ આજે સવારે સાતેક વાગ્યે કુદરતી હાજતે જઇ પરત આવતા હતા.

દરમિયાન ઝાડીમા સંતાયેલા દીપડાએ ઓચિંતો ગોરધનભાઇ પર હુમલો કર્યો હતો. હુમલામાં ગોરધનભાઇને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા નિવૃત પોલીસ અધિકારી આર.ડી.ઝાલા તેમની જીપમાં ઘવાયેલા ગોરધનભાઇને સારવાર માટે ધારી લઇ ગયા હતા. બનાવના ત્રણ ત્રણ કલાક વિતવા છતા વન વિભાગના કોઇ અધિકારીઓ નહીં ડોકાતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે.

No comments:

Previous Posts